Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

NEETમાં મોરબી જીલ્લામાં પ્રથમ વાંકાનેરના નઇમ શેરસીયાએ કોચીંગ ટયુશન વિના સિધ્ધિ મેળવી

વાંકાનેર તા.૨૦ : ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ સમગ્ર ભારત દેશમાં લેવાયેલ નીટ (યુજી)ની પરીક્ષામાં વાંકાનેરના વિદ્યાર્થી નઇમ ઉસ્માનભાઇ શેરસીયાએ ૭૨૦ માર્કસમાંથી ૬૭૦ માર્કસ મેળવી ૯૩.૦૬ ટકા સાથે મોરબી જીલ્લામાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયેલ છે. તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક (એઆઇઆર) ૧૨૬૯ છે.

માર્ચ ૨૦૨૦માં લેવાયેલ ૧૨ સાયન્સની પરીક્ષામાં ૩૦૦ માંથી ૨૭૫ માર્કસ મેળવી ૯૧.૬૬ ટકા સાથે તેમજ ૨૪ ઓગષ્ટ ૨૦૨૦માં લેવાયેલ ગુજકેટની પરીક્ષામાં ૧૨૦ માંથી ૧૦૫ માર્કસ મેળવી ૮૭.૫ ટકા સાથે ઉતીર્ણ થયેલ છે.

નઇમ શેરસીયાએ કોઇપણ કોચીંગ અને ટયુશન વગર જાતે સતત બે વર્ષ સુધી સખત પરિશ્રમ કરી આ સફળતા મેળવી છે. તેઓ મોરબીની એલીટ ઇન્ટરનેશનલ સ્કુલ (લજાઇ ચોકડી હડમતીયા રોડ) માં ઇંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરતા હતા.

નઇમ શેરસીયા વાંકાનેરના સીનીયર ડો.યુ.આર.શેરસીયા (બીએચએમએસ ગોલ્ડ મેડાલીસ્ટ)ના નાના પુત્ર છે. તેમના પિતા વાંકાનેરમાં છેલ્લા ૨૮ વર્ષથી જીનપરા મેઇન રોડ પર મોનશાહ કલીનીક નામનુ પોતાનુ દવાખાનુ ચલાવે છે. ડો.યુ.આર.શેરસીયાએ એપ્રિલ ૧૯૯૦માં સરદાર પટેલ યુનિ. વલ્લભવિદ્યાનગરમાં પ્રથમ નંબરે ઉતીર્ણ થઇ બીએચએમએસ (ડાયરેકટ ડીગ્રીકોર્સ)ની ગુજરાતની પ્રથમ બેચમાં ગોલ્ડ મેડાલીસ્ટ બન્યા હતા.

વાંકાનેર વિદ્યાર્થી નઇમ શેરસીયા નીટ, ગુજકેટ અને બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિધ્ધિ મેળવી વાંકાનેર તાલુકા મોમીન સમાજ અને શેરસીયા પરિવારનું ગૌરવ વધારેલ છે.

(11:25 am IST)