Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સંકટના સમયમાંથી પસાર થતો ભાવનગર જીલ્લાનો હિરા ઉદ્યોગ : ડાયમંડ એસો. દ્વારા સેમીનાર

ભાવનગર તા ૨૦ : ભાવનગર જિલ્લામાં હિરા ઉદ્યોગ હાલ સંકટના સમયમાંથી પાસર તઇ રહ્યો છે. અને દિવાળી પૂર્વે ભાવનગર જિલ્લાની હઆર્થિક કરોડ ર્જ્જુસમાન આ ઉદ્યોગમાં મંદીનું મોજુ છે. ત્યારે પ્રવર્તમાન સમયમાં હીરા ઉદ્યોગમાં નડતરરૂપ પ્રશ્નો અને આનધુનિકતા અપનાવવા અંગે માહિતી અને માર્ગદર્શન માટે આજે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્યારે હીરા ઉદ્યોગ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. ત્યારેતેમાંથી બહાર આવવા અને આધુનિક સાધનોનો ઉપયોગ કરવાથી શુ શું ફાયદા થાય છે જેમ કે હીરો તૈયાર થઇ ગયા બાદ બજારમાંં વેચવા આવે ત્યારે સાચા હીરા સાથે નકલી હીરા મેળવાય જાય છે. તે આધુનીક મશીનો અને ટેકનીક દ્વારા છેતરાવાથી બચી શકાય અને આ  એવો વ્યવસાય છે. કે જેમાં પાણી વીજળી, મોટી જગ્યામાં શરૂ કરી શકાય છે અને પ્રદુષણ પણ ફેલાવતું નથી માત્ર એક રૂમમાં બે ઘંટી નાખી પણ ધંધો શરૂ થઇ શકતો હોવાથી લોકોને પગભર થવા માટે મોટામાં મોટો ચાન્સ છે.

હીરા ઉદ્યોગથી ૨૦ ટકા મહિલાઓ રોજગારી મેળવી પગભર બની છે. અને ભાવનગર, જિલ્લા માટે ગોૈરવની વાત તો એ છે. ગુજરાતના ટોપ ટેનમાં ભાવનગર જિલ્લાના હીરા ઉદ્યોગપતીઓ છે. ધી જેમ એન્ડ જવેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલ અને ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસીએશનના સંયુકત ઉપક્રમે સેમીનારનું આયોજન હોટલ સરોવર પોર્ટીકો ઇસ્કોન મેગાસીટી ભાવનગર ખાતે આજે યોજાયો હતો.

(11:55 am IST)