Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

વડીયામાં કોંગ્રેસ દ્વારા સરકાર સામે રોષ

ખેડૂતો ગાડામાં બેસીને આવ્યા : મામલતદારને આવેદન : સૂત્રોચ્ચાર : લસણ ઉડાડયું

વડીયા, તા. ર૦ : તાલુકાભરના ખેડૂતો, તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી, પાક વિમો વિગેરેના ત્રાસથી ઉભી થયેલી મુશ્કેલી સામે રોષ વ્યકત કરવા મામલતદાર વડીયાને આવેદન પત્ર આપવો ઉમટી પડયા હતાં.

જેના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન સોસાની આગેવાની હેઠળ રેસ્ટ હાઉસમાં એક ખેડૂત સભાને સંબોધન કરવામાં આવ્યું હતું.

તાલુકાભરમાંથી ઉમટી પડેલા ૧૫૦૦ જેટલા ખેડૂતોએ અર્ધનગ્ન અવસ્થામાં રેલી કાઢી રેકડીમાં લસણ ઉડાડી વિરોધ વ્યકત કરી આવેદન પત્ર આપ્યું હતું. રેલી દરમ્યાન ધાનાણી અને સોસાએ બળદ ગાડામાં બેસી મામલતદાર કચેરી સુધી સુત્રોચ્ચાર કર્યા હતા.

આ રેલીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઇ પાનસુરીયા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી ધર્મેન્દ્ર પાનસુરીયા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ વડિયા શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપ શિંગાળા, જાવેદ બાલાપરીયા, હનુમાન ખીજડીયાના સરપંચ શ્રી સત્યમ મકાણી કિસાન સંઘના અશોકભાઇ હિરાણી ખજુરીના છગનભાઇ હિરપરા, દિનેશભાઇ હિરપરા, પુંઢીયા પરિવારના વિઠ્ઠલભાઇ રાદડીયા તોરીના નાગજીભાઇ વોરા બરવાળા બાવળના વલ્લભભાઇ ગજેરા ખજુરી પીપળીયાના કલ્યાણભાઇ દેશાઇ જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રવજીભાઇ પાઘડાળ, તાલુકા પંચાયતના સદસ્ય મનસુખભાઇ ગોંડલીયા, હરેશ વોરા, પીઢ કોંગી અગ્રણી ધીરૂબાપા રામોલીયા, ચચતુરભાઇ હિરપરા, ખડખડના ચંદુભાઇ સોરેડીયા, હંસરાજભાઇ હિરપરા, સાંથળીના ચતુરભાઇ પેથાણી, અરજણસુખના સરપંચ કાળુભાઇ મોવલીયા, રાજપુરના સરપંચશ્રી દેવાભાઇ રાઠોડ સહિતના તાલુકાભરમાંથી ખેડૂતો ઉમટી પડયા હતાં .

વડિયામા આજે અમરેલીના ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાનીની આગેવાની હેઠળ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદનપત્રમાં ખેડૂતોના પાક વીમો. પીજીવીસીએલ અને રોજ ભૂંડથી ખેડૂતોને પડતી હાલાકી માટે અર્ધનગ્ન હાલતમાં ખેડૂતો પહોંચ્યા હતા મામલતદાર કચેરીએ તેમજ વડિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા બાબતે આવેદન પત્ર પાઠવાયું હતું.

વડિયામાં સર્કિટ હાઉસથી મામલતદાર કચેરી સુધી પરેશભાઈ ધાનાની બળદ ગાડામાં બેસી રેલી સ્વરૂપે ખેડૂતોને બેનરો અને સૂત્રોચ્ચાર કરી રોડ રસ્તાઓ ઉપર લસણને વેર વિખેરતા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોના પ્રશ્નોને લઇ મામલતદાર કચેરીએ પહોંચીને આપ્યું આવેદન પત્ર અને સરકાર સામે શબ્દોના આકરા પ્રહારો કરી ખેડૂતોને સાથે રાખી આપ્યું આવેદન પત્ર આ તકે પાંચસો જેટલા ખેડૂતો એકત્રિત થઈ આવેદન પત્ર આપેલ જેમાં પરેશ ધાનાણી જણાવે છે કે ગુજરાતના જેટલા વિસ્તારમાં વરસાદની અછત જોવા મળી છે. તેવા વિસ્તારોને તાત્કાલિક અસરથી અસર ગ્રસ્ત જાહેર કરવા તેમજ અમુક ડેમો ઘણા સમય થી ખાલી છે. જેમાં ભાજપ સરકાર નર્મદાના નીર ઠાલવે અને ડેમો ભરપૂર ભરે આ રેલીમાં અમરેલી જિલ્લા પ્રમુખ સોસા તાલુકા પચાયત પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના સદસ્યો વડિયા શહેર કોંગ્રેસ સહિતના આગેવાનો જોડાયા હતા.(૮.૭)

(11:44 am IST)