Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જૂનાગઢમાં દેશી હાથ બનાવટની પિસ્‍ટલ સાથે દબોચી લેતી એસ.ઓ.જી.

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૦ : રેન્‍જના ઇન્‍ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જામડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીનાં સુચના તથા માર્ગદર્શન હેઠળ દેશી પિસ્‍ટલ સાથે ફેસલખાન નાસીરખાન પઠાણ (ઉવ.૨૩) ધંધો મંડપ સર્વિસનો, રહે. જમાલવાડી બે પીરની દરગાહ પાસે જૂનાગઢની ધરપકડ કરી છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્‍સ. એ.એમ. ગોહિલ તથા પો.સબ. ઇન્‍સ. જે.એમ.વાળા, તથા એ.એસઆઇ એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇ, સામતભાઇ બારીયા તથા પો.હેડ કોન્‍સ. મજીદખાન પઠાણ, ભરતસિંહ સિંધવ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, બાબુભાઇ કોડીયાતર, અનિરૂધ્‍ધસિંહ વાંક, જયેશભાઇ બકોત્રા તથા પો.કોન્‍સ. કૃણાલ પરમાર, માનસિંહ રાઠોડ વિગેરે સ્‍ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(1:16 pm IST)