Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ટંકારામાં યુવા ભાજપ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પ

 ટંકારા : યુવા ભાજપ દ્વારા નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ નિમિત્તે બ્‍લડ ડોનેશનનું કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ૪૫ બોટલ એકત્રિત કરવામાં આવી હતી. તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ ઘોડાસરા, મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા ઉપસ્‍થિત રહી યુવા મોરચાનો ઉત્‍સાહ વધાર્યો હતો અને તાલુકા ભાજપ તેમજ મહિલા મોરચા તેમજ સોશિયલ મીડિયાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે યુવા ભાજપના પ્રમુખ મયુરભાઈ અને મહામંત્રી હસુભાઈ દુબરીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.(તસ્‍વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા ટંકારા)

(12:59 pm IST)