Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સાવરકુંડલાના નેસડી પ્રાથમિક શાળામાં શાળા સ્‍થાપના દિન ની ઉજવણી

સાવરકુંડલા : તાલુકાના નેસડી ગામે પ્રાથમિક શાળા ની સ્‍થાપના તા. ૧૯/૯/ ૧૯૦૯ રોજે તેવખતના ગોહિલવાડ ના મહારાજાશ્રી દ્વારા કરવામાં આવેલી અને તેમના દ્વારા પ્રાથમીક શાળા માટે જગ્‍યા નિયુક્‍ત કરી શાળાના ઓરડાઓ પણ બનવવામા આવેલ  તથા પગાર , કન્‍ટીજન્‍સી સહીત નો ખર્ચ ગોહિલવાડ ( ભાવનગર ) સ્‍ટેટ ભોગવતા હતા  આ શાળાની સ્‍થાપનાને આજે ૧૧૨ વર્ષ પૂર્ણ થતા તેની  ઉજવણી શાળા સંકુલ દ્વારા કરવામા આવતા ‘‘અમેરિકન ઈન્‍ડિયા ફાઉન્‍ડેશન'' દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્‍માનિત કરવામા આવ્‍યા હતા અને શાળામાંથી અભ્‍યાસ કર્યો હતો તેવા પૂર્વ વિદ્યાર્થીઓ જેઓ ડોક્‍ટરો, ઉદ્યોગપતિઓ, બીજનેસમેન, વેપારીઓ, વિદેશ સ્‍થાયી થયેલા આને દાતાઓને યાદ કરવામા આવ્‍યા હતા. આ પ્રસંગના પ્રમુખ સ્‍થાને નેસડીના સરપંચ કરશનભાઇ વઘાસીયા રહ્યા હતા. ઉપરાંતમા એસ.એમ.સી. કમીટીના પ્રમુખ નરેશભાઇ કાછડીયા, પૂર્વ સરપંચ હિમતભાઇ ગેવરીયા, રમેશભાઇ કાછડીયા, સેવા મંડળીના મંત્રી  ધીરૂભાઈ કથીરીયા,  એસ.એમ.સી સદસ્‍ય  ધીરૂભાઈ પરમાર,શાળાના આચાર્ય  હસુભાઇ મૈસુરીયા અને સ્‍ટાફ  ઉપસ્‍થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમો અને સુશોભનસ્‍પર્ધા,વકતળત્‍વ સ્‍પર્ધા, નિબંધ સ્‍પર્ધા વગેરે નુ આયોજન કરવામા આવ્‍યુ હતુ. તેમ એસ.એમ.સી શિક્ષણવિદ જીતુભાઇ ભટ્ટની યાદી જણાવે છે.

(12:57 pm IST)