Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિન નિમિત્તે બગસરા મંડળી દ્વારા સફાઈ કર્મીઓને સન્‍માનિત કરાયા

બગસરા : વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદીના ૭૨માં જન્‍મદિન નિમિત્તે સમગ્ર દેશમાં હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવેલ ત્‍યારે બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા  સફાઈ કર્મચારી ભાઈ બહેનોને સફારી શૂટ મોમેન્‍ટો તથા સાલથી સન્‍માનિત કરવામાં આવેલ અને સૌ લોકોએ નરેન્‍દ્રભાઈ મોદીને જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવેલ. આ કાર્યક્રમમાં જનરલ એમડી  નિતેશભાઇ ડોડીયા, પ્રમુખ જિલ્લા ભાજપ મહિલા મોરચાના રંજનબેન ગોહિલ, ડિરેક્‍ટર  સુરેશભાઈ પાઘડાળ, ઈસાભાઈ ભારમલ, રામજીભાઈ અમરેલીયા મગનભાઈ તથા આગેવાનો ગીરીબાપુ,  નકાભાઈ ચા વાળા, નટુભાઈ બોરીચા, રમેશભાઈ હિરપરા, યોગેન્‍દ્રભાઈ સહિતના કોલોનીના તમામ સફાઈ કર્મચારીઓ હાજર રહેલ તેમ મંડળીના જનરલ સેક્રેટરી બીજી મહેતાની યાદીમાં જણાવેલ છે. (તસ્‍વીર-અહેવાલ : સમીર વિરાણી બગસરા)

(11:46 am IST)