Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

હળવદની મેરૂપર ગામે આવેલ કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વાલીઓ ઉમટયા

હોસ્‍ટેલમાં રહેતી દીકરીઓને ત્રાસ મામલે વાલીઓનો હોબાળો

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨૦ : તાલુકાના મેરુપર ગામે આવેલ કસ્‍તુરબા બાલિકા વિદ્યાલયમાં દીકરીઓ ઉપર સિતમ ગુજારવામાં આવતા ૧૭ દીકરીઓની તબિયત લથડતા હળવદ હોસ્‍પિટલમાં ખસેડાયા બાદ આ દીકરીઓના વાલીઓએ બાલિકા વિદ્યાલય ખાતે હોબાળો મચાવતા સંચાલકોને રેલો આવ્‍યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના મેરુપર ગામે કસ્‍તુરબા ગાંધી બાલિકા નામથી સરકારી વિદ્યાલયમાં ચાલે છે જે બે દિવસથી વિવાદમા આવ્‍યુ છે. ધો.૮ ની ૧૭ વિદ્યાર્થીનીઓને ભણાવ્‍યા વગર પરીક્ષા આપવાનુ શિક્ષકો દ્ધારા કહેવામા આવતા વિવાદ ઉભો થયો છે વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપવા ઇનકાર કરતા બે શિક્ષિકાઓએ માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે અને માનસીક ત્રાસ આપવાથી ૧૭ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી.

વધુમાં આ તમામ દીકરીઓને હળવદ સરકારી હોસ્‍પિટલે સારવાર માટે લાવવામા આવી હતી અને વિદ્યાર્થીનીઓ તરફ આચાર્ય રહે તો એમને પણ દબાવાનો આક્ષેપ થયા છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે આચાર્ય જ ઉભો કરતા હોવાનો શિક્ષિકાઓએ આક્ષેપ પણ કર્યો છે. જો વિદ્યાર્થીનીઓને માર મરાયો હોયતો ક્‍યાક ઇજા દેખાવી જોઇએ જે નથી જોવા મળતી એટલે કે શિક્ષકોનો આંતરીક ડખ્‍ખાના કારણે સમગ્ર વિવાદ ઉભો થયો હોવાનુ લોક મુખે ચર્ચાય રહ્યું છે.

(11:44 am IST)