Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ગોંડલ મોંઘીબા ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં રમતગમત સ્‍પર્ધા અને મોટીવેશનલ સ્‍પીચ

 ગોંડલ : ૧૬૫ વર્ષ જૂની શ્રી મોંઘીબા ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં અભ્‍યાસ ઉપરાંત વિવિધ પ્રવળતિઓમાં પ્રતિભા ઉજાગર થાય તેવા હેતુથી સરકારની સૂચના અન્‍વયે ધોરણ ૯ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓ માટે વિવિધ રમતગમત સ્‍પર્ધાઓનું આયોજન શાળાના શિક્ષકભાઈ બહેનોના સહયોગથી કરવામાં આવતા વિવિધ સ્‍પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્‍સાહિત કરવા અને ભારતની ભાવિ પેઢી માં શિક્ષણ સાથે વિવિધ ક્ષેત્રે તેમની પ્રતિભા માં વળદ્ધિ થાય તેવા હેતુ થી શાળા ના આચાર્યશ્રી દ્વારા શાળામાં મોટીવેશનલ સ્‍પીચ નું આયોજન કરવામાં આવતા ગોંડલ ના આર. ડી.મહેતા નિવળત ચીફ એન્‍જી.GEB, અને પ્રકળતિ-પ્રેમી હિતેશભાઈ દવે ની ઉપસ્‍થિતિ માં ધોરણ ૯ થી ૧૨ ની ૪૦૦ વિદ્યાર્થીનીઓ માટે જીવનમાં શિક્ષણ સાથે રમતગમત, વાંચન, પોતાનામાં રહેલ પ્રતિભાને એક શોખ તરીકે અપનાવીને વિવિધ ક્ષેત્રે આગળ આવવા અનુરોધ કરવામાં આવ્‍યો.  પ્રકળતિપ્રેમી હિતેશભાઈ દવે એ  પ્રાસંગિક પ્રવચન કરેલ. મહેતાસાહેબ એ જીવનમાં કોઈપણ એક રમતગમત ને પસંદ કરી તન મનને ચુસ્‍ત અને તંદુરસ્‍ત રાખવા સાથે હંમેશા પ્રગતિ તરફ આગળ વધવાની આદત કેળવવા અનુરોધ કરેલ. શ્રી મોંઘીબા ગર્લ્‍સ હાઈસ્‍કૂલના આચાર્યએ મહેમાનોનું સ્‍વાગત કરેલ અને સમગ્ર કાર્યક્રમનું  સંચાલન એલ.કે. જાદવ દ્વારા કરવામાં આવેલ.શાળાના તમામ શિક્ષકો ની જહેમત અને ઉપસ્‍થિતિ થી કાર્યક્રમ સફળ બનેલ હતો. ઉપસ્‍થિત મહેમાનોના શુભ હસ્‍તે રમતગમત સ્‍પર્ધામાં વિજેતા વિદ્યાર્થનીઓને સર્ટિફીકેટ આપી સન્‍માનિત કરવામાં આવેલ અને રાષ્‍ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.(તસ્‍વીર-અહેવાલ : હરેશ ગણોદીયા ગોંડલ)

(11:40 am IST)