Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

નહાતી ભત્રીજીનો વીડિયો ઉતારી કૌટુંબિક કાકાએ બ્લેમેઇલ કરી વારંવાર શરીર સબંધ બાંધ્યો

ત્રાસીને ભત્રીજીએ પરિવારને જણ કરી અને પોલીસ ફરિયાદ થઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦

 કચ્છના રાપરમાં નહાતી ભત્રીજીનો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરી વારંવાર શરીર સબંધ બાંધનાર કૌટુંબિક કાકા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સોશ્યલ મીડિયામાં ક્લિપ વાયરલ કરવાની ધમકી આપીને ગત તા.૧૨ જાન્યુ. ૨૨ ના રોજ કાકાએ ભત્રીજીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. કાકાના કરતૂત અંગે પોતે જો પરિવારમાં જાણ કરશે તો મોટો ઝઘડો થશે એમ સમજીને ભત્રીજી ચૂપ રહી હતી. જોકે, કાકાએ સતત ૮ મહિના સુધી ભત્રીજી સાથે બળજબરી કરી શરીર સબંધ બાંધ્યો હતો. અંતે ત્રાસીને ભત્રીજી એ પોતાના માતા પિતા અને પરિવાર ને જાણ કરતાં અંતે પરિવારજનોએ હિંમત આપતાં કૌટુંબિક કાકા સામે પોકસો સહિતની કલમો તળે રાપર પોલીસમાં ફરિયાદ થઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:55 am IST)