Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ભાવનગરમાં મંત્રીઓએ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સંભવિત રોડ શો ના માર્ગની ચકાસણી કરી

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ભાવનગરમાં વડાપ્રધાનની મુલાકાત દરમિયાન તેઓ એક રોડ શો પણ કરવાના છે તેને લઇને તેમના સંભવિત રોડ શો ના માર્ગ એરપોર્ટ રોડથી લઇને રૂપાણી સર્કલ સુધીના સંભવિત માર્ગ પર કોન્વોય સ્વરૂપે ફરીને તેની જાત તપાસ કરી હતી.

આ સંભવિત રોડ શો માટે ટ્રાફિક, રોડની પહોળાઇ, તેમની સુરક્ષા સહિતના તમામ પાસાઓની જાત તપાસ કરી હતી.
મહાનુભાવોએ વડાપ્રધાનની ભાવનગરની મુલાકાતને યાદગાર બનાવવાં માટે ભાવેણાવાસીઓના થનગનાટને અનુરૂપ સુશોભન સહિતની વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

(10:04 pm IST)