Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જામનગર મનપાની સામાન્ય સભા તોફાની: શહેરના પ્રશ્નોને લઈને વિપક્ષએ કર્યા દેખાવો

રોગચાળાની વકરેલી સ્થિતિ અને રોડ રસ્તાની ખરાબ હાલતને લઈને વિપક્ષ દ્વારા પ્રહારો

 

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા અંદાજ મુજબ તોફાની બની હતી. શહેરમાં રોગચાળાની વકરેલી સ્થિતિ અને રોડ રસ્તાની ખરાબ હાલતને લઈને વિપક્ષ દ્વારા પ્રહારો કરાયા હતા. વિપક્ષ દ્વારા શરીરે સુત્રો લખેલ બેનરો સાથે હાજરી પુરાવી હતી. સતાધારી જૂથની કાર્યપ્રણાલીનો વિરોધ દર્શાવ્યો હતો.

   જામનગર શહેરમાં કોન્ગો સહિતની બીમારીએ માઝા મુક્તા વિપક્ષ આકરા પાણીએ પ્રશ્નોતરી કરી હતી. ઉપરાંત મેયર અને ચેરમેનના રાજીનામાની માંગણી કરી હતી. સામે પક્ષે મેયર, ડેપ્યુટી મેયરે વિપક્ષના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આજની મીટીંગમાં બંને પક્ષે ઉગ્ર ચર્ચાઓ થઇ હતી. અને વિપક્ષી વિરોધના વંટોળ વચ્ચે મેયરે બોર્ડને વિખેરી નાખ્યું હતું.

(11:03 pm IST)