Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પાતા ગામ થાન વાડી વિસ્તારમાં ઘર પર વીજળી પડતા બે લોકો દાઝ્યા : માધવપુર સરકારી હોસ્પિટલે ખસેડાયા

માધવપુરના પાતા ગામ થાન વાડી વિસ્તારમાં ઘર પર વીજળી પડતા બે લોકો દાઝ્યા હતા જેને સારવાર માટે માધવપુર સરકારી દવાખાને ખસેડાયા છે

આ અંગે મળતી વિગત મુજબ વાડી વિસ્તારમાં માલદેભાઈ લીલાભાઈ મોકરીયા તેમજ  જાયણીબેન  ગાંગાભાઈ મોકરીયાના ઘર પર વિજળી પડતા તેમના  પુત્રો રામભાઈ માલદેભાઈ અને નાથાભાઈ ગાંગાભાઈને ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે માધવપુર લઇ ગયેલ હતા તેઓને તેમજ તેમના પરીવાર ના લોકોને આશ્વાસન પાઠવી  અને ઇજાગ્રસ્તોની સ્થળ પર જઈને  ગામના  યુવા સરપંચ ધીરુભાઈ લાખાભાઈ પરમાર અને તલાટીએ ચાલુ વરસાદે મુલાકાત લીધી

 

(9:03 pm IST)