Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સરકારી યોજનાના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા સુચનો આવકાર્યઃ પુનમબેન

જામનગર જિલ્લા વિકાસ સહકાર સમિતિની બેઠક યોજાઇ

જામનગર, તા.૨૦: કેન્દ્ર તેમજ રાજયની વિવિધલક્ષી વ્યકિતગત તથા સામુહિક યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, ગ્રામિણ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ડ્રીંકીગ વોટર પ્રોગ્રામ, ફસલ વિમા યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સર્વ શિક્ષા અભિયાન, કૌશલ વિકાસ યોજના, ડીઝીટલ ઇન્ડીયા વગેરે જેવી લોકઉપયોગી યોજનાઓની કામગીરીનું અમલીકરણ જિલ્લામાં અસરકારક રીતે થાય અને આ તમામ યોજનાઓની કામગીરીની સમિક્ષા ગંભીરતા પૂર્વક થાય તે માટે ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની રચના કરી તેની સમિક્ષા બેઠક યોજવામાં આવે છે. આ સંદર્ભે જામનગર સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક કલેકટર કચેરીની સભા ખંડ ખાતે યોજવામાં આવી હતી.        

આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમએ જણાવ્યુ કે સરકાર તરફથી લોકઉપયોગી અનેક યોજનાઓ કાર્યવંત છેતે યોજનાઓ સાચા અર્થે લોકો સુધી પહોચે તે માટે લોકોને આ યોજનાઓની સાચી સમજ આપી તેમને જાગૃત કરવા જોઇએ. તેમણે વધુમાં જણાવ્યુ કે કેન્દ્વ તથા રાજયની દરેક યોજનાનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટે આ ડિશાની બેઠક દ્વારા આયોજન અને અમલ બન્નેની સમિક્ષા કરી લોકપ્રશ્નોના ઉકેલ લાવવામાં આવશે આ માટે લોક સુચનો પણ આવકાર્ય છે. આ તકે સાંસદશ્રીએ જિલ્લામાં કાર્યરત કેન્દ્ર સરકારની યોજનાઓની વિગતવાર સમિક્ષા કરી હતી અને અધિકારીશ્રીઓ સાથે યોગ્ય પરામર્શ કરી લોકોને યોજનાઓનો પુરો લાભ મળે તે માટે સુચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી, કલેકટરશ્રી રવિશંકર, જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી સતિષ પટેલ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ડી.આર.ડી.એ. નિયામકશ્રી જાની, નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ અને મિડીયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:15 pm IST)