Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મેંદરડાના ચિરોડાની પ્રાથમિક શાળાના શિક્ષકના બાળકી સાથે અડપલા

સ્ટોર રૂમમાં લઇ જઇ પોત પ્રકાશ્યું

જુનાગઢ, તા. ર૦ : મેંદરડાના ચિરોડાની પ્રાથમિક શાળાના શિક્ષકે બાળકી સાથે અડપલા કર્યાની ફરીયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, મેંદરડા તાલુકાના ચિરોડા ગામે રહેતા એક પરિવારની ૧૦ વર્ષની પુત્રી ગામની સામાન્ય પ્રાથમિક શાળામાં ધો.પમાં અભ્યાસ કરે છે.

ગત તા. ૧૧/૯ના રોજ બપોરના ૧ર વાગ્યાના અરસામાં શાળાના શિક્ષક જમન આલાભાઇ લુહાર બાળકીને સ્કૂલના સ્ટોરરૂમમાં લઇ ગયો હતો.

જયાં આ નરાધમ શિક્ષકે બાળકીના શરીર સાથે અડપલા કર્યા હતાં. જેનાથી બાળકી હેબતાઇ ગઇ હતી અને સુનમુન રહેતી હતી.

દરમ્યાન બાળકીને પરિવારે પૂછતા તેણીએ શિક્ષક જમન લુહારે અડપલા કર્યાનું જણાવેલ. આથી ગત રાત્રે બાળકીના પિતાએ ફરીયાદ કરતા મેંદરડાના પીએસઆઇ એ.બી. દેસાઇએ તપાસ હાથ ધરી છે. (૮.૧૩)

(1:08 pm IST)