Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પ્લાસ્ટિક મુકત ચોટીલા તાલુકો કરવાની નેમ

ચોટીલા,તા.૨૦: તાલુકામાં સિંગલ યુઝર્સ પ્લાસ્ટિક વપરાશ બંધ કરવા અને લોકજાગૃતિ આવે તેના માટે તાલુકા પંચાયત ખાતે બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું

આ બેઠકમાં પ્લાસ્ટીક મુકત ભારત કરવા વડાપ્રધાનની હાકલને પહોચી વળવા જીલ્લા ડીઆરડીએનાં નિયામક શૈલેષ શાહ, પ્રાત અધિકારી આર. બી. અંગારી, ટીડીઓ પી. જે મહેતા, તા. પં પ્રમુખ જીવણભાઇ મકવાણા સહિતનાં અધિકારી અને પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં તાલુકાના સરપંચો, આંગણવાડી વર્કરો, તલાટીઓ, શિણણ વિભાગનાં સીઆરસીઓ સહિતનાં હાજર રહેલ

પ્લાસ્ટિકને કારણે પર્યાવરણ ને થતા નુકશાન સાથે તેને કારણે ફેલાતા રોગ વિશે માહિતી આપવામાં આવેલ તેમજ પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરી આ સમસ્યા ને નાબુદ કરવા શપથ ગ્રહણ કરવામાં આવેલ હતા

જુના બસ સ્ટેન્ડ પાછળ મનસુખ છનાભાઇ ચૌહાણનાં રહેણાક મકાન પાસે કેટલાક લોકો જુગાર રમતા હોવાની હકિકતના આધારે પીએસઆઇ એચ. એલ. ઠાકર, વિજયસિંહ સોલંકી સહિતનાએ રેઈડ કરતા ભરત સતાભાઇ, ભૂપત ધીરૂભાઈ, અને સુખાભાઇ નાનજીભાઇને તીનપત્ત્।ીનો જુગાર રમતા ઝડપી પાડેલ હતા

આ દરોડામાં રૂ. ૪૮.૧૦૦ તેમજ મોબાઇલ નંગ ૩ મળી કુલ ૬૩.૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરીધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.(૨૨.૧૪)

(11:55 am IST)