Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

આટકોટના 'અકિલા'ના પત્રકાર વિજય વસાણીની માનવતા અને કોઠાસુઝે ૨ માનવ જીંદગી બચાવી

જસદણના બળધોઇ પાસે સર્જાયેલ અકસ્માત સમયે સમય સુચકતા કામ કરી ગઇ

રાજકોટ તા ૨૦ : ગઇકાલે રાજકોટ-આટકોટ રોડ ઉપર બળધોઇ ગામના પાટીયા પાસે રીક્ષા આડે ગાય ઉતરતા રીક્ષામાં બઠેલા અને લોૈકિક ક્રિયાઓથી પરત ફરતા ૧૨ જણને ઇજાઓ થતાં ''અકિલા'' ના આટકોટના પત્રકાર વિજય વસાણીની કોઠા સુઝે બે માનવ જીંદગી બચી જવા પામી હતી.

ગઇકાલે સવારે ૧૦.૪૫ વાગ્યે બનેલા આ બનાવમાં રાજકોટથી તેમના પેટ્રોલપંપે જવા રોજ આટકોટ જતાં વિજય વસાણી અકસ્માત બન્યોને સોૈ પ્રથમ ત્યાં પહોંચતા હાઇવે ઉપર પેસેન્જરો રીક્ષામાંથી વીસ-વીસ ફૂટ સુધી ફંગોળાઇ ગયા હતા ઇજાગ્રસ્તોની મરણ ચીસોથી હાઇવે ગાજી ઉઠયો હતો.

સોૈ પ્રથમ વિજય વસાણીએ ૧૦૮ ને કોલ કરી જાણ કરી હતી, પરંતુ બાદમાં તેમની કોઠા સુઝને લીધે ૧૦૮ જસદણથી આવે તો ૨૦ થી ૨૫ મીનીટનો સમય લાગે અને અમુક ઇજા ગ્રસ્તોને ખુબજ લોહી નિકળતું હોય, તેમને તુરંત સારવારની જરૂર હોય રસ્તા ઉપરથી પસાર થતી ટાટા ૪૦૭ જેમાં દુધના ખાલી કેન ભરેલા હતા તેના માલીક પ્રવીણભાઇ કાછેલા ને કહેતા રોડ ડીવાઇડર ઉપર ખાલી કેનો ઉતારી નાખી સાત ઇજા ગ્રસ્તોને ટાટામાં નાંખી પોતે ડ્રાઇવીંગ કરી જસદણ પહોંચાડયા હતા.

આ દરમ્યાન તેમણે કોળી સમાજના આગેવાન બાબુભાઇ ભવાની ટ્રાવેલ્સવાળા અને જસદણ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ મનસુખભાઇ જાદવ કે જેઓ બળધોઇના  જ હોય તેમને જાણ કરતા તેઓ પહોંચી ગયા હતા. ઉપરાંત  જસદણ  કોળી સમાજના આગેવાન પોપટભાઇ રાજપરાને જાણ કરી સેવાભાવીઓને લઇ જસદણ સરકારી દવાખાને પહોંચવા કહયું હતું. પોપટભાઇએ તેમના પુત્ર સંજયને કહેતા તેઓ વીસ જેટલા યુવાનોને લઇ હોસ્પીટલે પહોંચી સેવા કરી હતી.

હાઇવે ઉપર ભારે ટ્રાફીક હોય અને ટાટા ટ્રકમાં હોર્ન પણ વાગતું ન હોય વિજય વસાણીએ આટકોટ પોલિસના પી.એસ.આઇ કે.પી. મેતાને જાણ કરી પોલીસ જીપ સાઇરન વગાડી આગળ ચાલવાની વિનંતી કરતા આટકોટ પોલીસ સ્ટાફના ડ્રાઇવર ગોવિંદભાઇ, કોન્સ. દિનેશભાઇ, પીનેશભાઇ અને સંજયભાઇ ગઢવી સાઇરન વગાડી ટ્રાફીક સરળ કરાવી દેતા ઇજાગ્રસ્તોની સારવાર સમયસર થઇ શકી હતી. ૪ ઇજાગ્રસ્તોને વિજય વસાણીની કારમાં તેમની સાથે રહેલા ગુણવંતભાઇ રાજયગુરૂએ જસદણ સિવીલમાં પહોંચાડયા હતા.

આ દરમિયાન ત્યાંથી પસાર થતા જસદણ પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરાએ જસદણ સિવીલમાં જાણ કરતાં ત્યાં પણ ડો. મૈત્રી તથા સ્ટાફે સ્ટેન્ડ ટુ રહી બધા ઇજાગ્રસ્તોને તુરંત સારવાર આપી હતી. અમુક સ્ટાફ તો તેમની ડયુટી ન હોવાં છતાં સારવારમાં લાગી ગયા હતા.

વધુ ઇજાગ્રસ્તોને  ઓકસીજનની જરૂર હતી તેવા દર્દીઓને ૧૦૮ના પાયલોટ દેવાયતભાઇ અને ઇ.એમ.ટી. ગોરધન કટેશીયા દ્વારા રાજકોટ ખસેડેલ હતા. આ ઉપરાંત જસદણ સીવીલ હોસ્પીટલ,માર્કેટ યાર્ડની એમ્બ્યુલન્સમાં રાજકોટ ખસેડેલ હતા તેમજ બળધોઇના સરપંચ લાલજીભાઇ જાદવ તેમની કારમાં પણ ઇજાગ્રસ્તોને રાજકોટ લઇ ગયા હતાં.

જે ગાય આડી ઉતરી તેને પણ ઇજા થઇ હોય આટકોટના પી.એસ.આઇ. કે.પી. મેતાએ દડવાથી પશુ ડોકટર બોલાવી સારવાર અપાવી હતી. અને આ બનાવના તપાસનીસ એ.એસ.આઇ. ધર્મિષ્ઠાબેન માઢકે સરધાર ગોૈશાળામાં આ ગાયને મોકલી ઉમદા કામગીરી કરી હતી.

કેબીનેટ મંત્રી કુંવરજીભાઇને જાણ થતાં તેમણ ે પણ રાજકોટ સીવીલ હોસ્પીટલે જરૂરી સુચના આપી હતી. આમ  સોૈના સહિયારા પુરૂષાર્થથી અને સમયસરની સારવારથી માનવ જીંદગી બચી ગઇ હતી.

(11:28 am IST)