Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ભાવનગરમાં ચોરાઉ ત્રણ મોબાઇલ સાથે અકરમ ઉર્ફે જાડીયો ઝડપાયો :એલસીબીએ મુદામાલ સાથે દબોચી લીધો

 

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ચોરીને ભેદ ઉકેલતા ત્રણ ચોરાઉ મોબાઈલ સાથે અકરમ ઉર્ફે જાડિયાને ઝડપી લીધો છે ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ  લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને  શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ હતી

  ઉક્ત સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફ શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ગંગાજળીયા તળાવ,શાક માર્કેટ પાસે આવતાં પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલને બાતમી મળેલ કે, ભાવનગર,ગંગાજળીયા તળાવ, વિટકોસ ઓફિસની બાજુમાં આવેલ રૂપાલી ગેસ્ટ હાઉસ પાસે અગાઉ ચોરીમાં પકડાયેલ અકરમભાઇ ઉર્ફે જાડીયો મહેબુબભાઇ ખોખર ( રહે.શેરી નં., મોતીતળાવ,કુંભારવાડા, ભાવનગર) રીનાં મોબાઇલ ફોન લઇ વેચાણ કરે છે

  બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં અકરમભાઇ ઉર્ફે જાડીયો મહેબુબભાઇ ખોખર (..૨૮ ) (રહે.શેરી નં., મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગર) અલગ-અલગ કંપનીનાં મોબાઇલ નંગ- કિ.૩૦,૦૦૦/-મળી આવેલ. જે અંગે તેની પાસે આધાર-બિલ માંગતાં નહિ હોવાનું જણાવેલ.તેણે ઉપરોકત મોબાઇલ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.તેને ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

  મજકુર ઇસમની ઉપરોકત મોબાઇલ બાબતે પુછપરછ કરતાં ત્રણેય મોબાઇલ ભાવનગર, વડવા નેરા, અમીજરા વાસણ સ્ટોર્સ,ગંગાજળીયા તળાવ, ભાવનગર તથા ભાવનગર, આંબાચોક મસ્જીદ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હતી

  મોબાઇલ ચોરી અંગે ભાવનગર, નિલમબાગ પો.સ્ટે. તથા ગંગાજળીયા પો.સ્ટે.માં ફરીયાદ દાખલ થયેલ છે. આમ,ચોરી થયેલ મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.

  આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, સર્વેશ્વર શાહી, મહિપાલસિંહ ગોહિલ, મીનાજભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા, જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(9:58 pm IST)
  • નવસારી પંથકમાં ભાજપમાં કડાકો : ૧૫ ભાજપી સભ્યોએ રાજીનામા ફગાવ્યા : વિજલપુર પાલિકામાં નારાજ ભાજપ સભ્યોનો મામલો : અસંતુષ્ટ ૧૫ ભાજપ સભ્યોએ પક્ષમાંથી રાજીનામુ આપ્યુઃ ૧૩ સભ્યોએ જિલ્લા કલેકટરને કરી અવિશ્વાસની દરખાસ્ત : દરખાસ્તને લઈને સભ્યોને અપાઈ હતી કારણદર્શક નોટીસ : નારાજગી બાદ રાજીનામા આપ્યા access_time 3:54 pm IST

  • સુરત:પાટીદાર સમાજના દિગ્ગજ ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામુ:કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ગજેરાએ રાજીનામુન આપ્યું :હાલ ધીરુભાઈ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ : ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે ધીરુભાઈ ગજેરા :કોંગ્રેસમાંથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા હતાં access_time 9:53 pm IST

  • શીન્જો આબે ફરી જાપાનના વડાપ્રધાન બનશે : ભારત સાથે ગાઢ દોસ્તી : જાપાનમાં તેમની ઝળહળતી કામગીરી : બીજી વખત સુકાન સંભાળશે : જાપાનની પ્રજાએ ફરી કળશ ઢોળ્યોઃ સામાન્ય ચૂંટણીમાં વિજય access_time 3:06 pm IST