Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટ અને વિજ્ઞાન ભારતી (વિભા)ના સંયુકત ઉપક્રમે આઇઆઇએસએફ-૨૦૧૮ વિજ્ઞાન વિસ્તરણ કાર્યક્રમ

ભાવનગર તા.૨૦ : આગામી તા.રપના રોજ ભાવનગર સ્થિત સીએસઆઇઆર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટયુટ (સેન્ટ્રલ સોલ્ટ) અને વિજ્ઞાન ભારતી (વિભા) ગુજરાત પ્રકરણના સંયુકત ઉપક્રમે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલ (આઇઆઇએસએફ) ૨૦૧૮ માટે વિજ્ઞાન વિસ્તરણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ એક આઉટરીય પ્રવૃતિ છે કે જે ભારત સરકારની વિવિધ વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ શહેરોમાં હાથ ધરવામાં આવે છે. આ તમામ પ્રવૃતિઓનો ઉદ્દેશ તા.પ થી ૮ ઓકટોબરના રોજ લખનઉ ખાતે યોજાનાર ચોથો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલ (આઇઆઇએસએફ)ને લોકપ્રિય બનાવવાનો છે.

મુખ્ય મહેમાન તરીકે વૈજ્ઞાનિક પ્રોફેસર પંકજ એસ. જોશી ઉપસ્થિત રહેશે અને તેઓ બ્રહ્માંડ અને ગુરૂત્વાકર્ષણ - મારી બારીએથી વિષય પર વિજ્ઞાન દર્શન કરાવશે. સવારે ૯-૩૦ કલાકે શરૂ થશે અને પ વાગ્યા સુધી ચાલશે. આ કાર્યક્રમમાં સમગ્ર રાજયની વિવિધ શાળા અને કોલેજોમાંથી વિદ્યાર્થીઓ ભાગ લેશે અને સેન્ટ્રલ સોલ્ટમાં ચાલી રહેલી  વિવિધ વૈજ્ઞાનિક સંશોધનો તથા પ્રયોગશાળાની મુલાકાત લેશે સાથે સાથે વૈજ્ઞાનિક તથા રિસર્ચ સ્કોલરો સાથે વાર્તાલાપ કરશે. આ ઉપરાંત સેન્ટ્રલ સોલ્ટના વિવિધ વિભાગો પોતાના સંશોધન વિશેની માહિતી આપશે અને પોતાની તકનીકી દ્વારા પ્રાયોગીક પ્રદર્શન બતાવશે. આ કાર્યક્રમમાં એક વિજ્ઞાનને લગતી પ્રશ્નોતરી સ્પર્ધા પણ યોજવામાં આવશે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને લખનઉમાં યોજાનાર આઇઆઇએસએફ ૨૦૧૮માં ભાગ લેવાનો મોકો મળશે.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રોજીંદા જીવનમાં વિજ્ઞાનની ઉપયોગીતા તથા જાગૃતિ લાવવા માટે વિજ્ઞાન પ્રત્યે અભિરૂચિ કેળવવા માટે અને વિજ્ઞાનના પ્રયોગો સમાજ સુધી લઇ જવા માટે આ કાર્યક્રમનું આયોજન સેન્ટ્રલ સોલ્ટ ભાવનગર અને વિભા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યુ છે. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન શિક્ષકો તથા અન્ય વિજ્ઞાન જિજ્ઞાસુઓ માટે આ કાર્યક્રમ એક તક પૂરી પડશે.(૪૫.૩)

(11:42 am IST)
  • એક સાથે બે સિસ્ટમ્સ સક્રિય : આવતીકાલથી પંજાબ સહિત ૫ રાજયોમાં વરસાદી તાંડવની શકયતા: બંગાળના અખાત મધ્યે ડીપ ડીપ્રેશન બન્યુ છે : પશ્ચિમી હિમાલય ઉપર પણ મોટી હલચલ હવામાનને અસર કરશે : પંજાબ - દિલ્હી - હરિયાણા - ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ પડશે : ૧૫ દિવસ ચોમાસુ : છવાયેલુ રહેશે : આવતીકાલે ૨૧ થી ૨૪ વચ્ચે પંજાબ - હરિયાણાના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે : કેટલેક સ્થળે ભારે વર્ષા access_time 3:20 pm IST

  • સુરેન્દ્રનગર:માલવણ વિરમગામ હાઈવે પર અકસમાત :કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યકિતઓને ગંભીર ઇજા:ઇજાગ્રસ્તોને અમદાવાદ સારવાર માટે ખસેડાયા access_time 10:51 pm IST

  • પાકિસ્‍તાની સૈનિકોએ બર્બરતાની હદ વળોટી : ભારતીય જવાન ઉપર ભયાનક ક્રૂરતા આચરી : આંખો કાઢી લીધી : વીજ કરંટ આપ્‍યા અને ગોળી ધરબી દીધી : બીએસએફનો જવાન આંતરરાષ્‍ટ્રીય સરહદે ફરજ બજાવતા શહીદ થયો : નરાધમોએ ગળુ કાપી નાખ્‍યુ : હવે યુદ્ધ એ જ કલ્‍યાણ : દેશવાસીઓમાં ફાટી નીકળેલો પ્રચંડ રોષ : પાકિસ્‍તાનને જબરો સબક શીખવવા ચારેકોર ઉઠેલી માંગણી access_time 12:47 pm IST