Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ઉપલેટા, મોટીપાનેલી, કલારીયામાં જુગાર રમતા ૧૬ ઝડપાયા

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા.૨૦: તાલુકાના ભાયાવદર પોલીસે મોટી પાનેલી, કલારીયા ગામે જુગારની રેડ કરતા ૧૩ને રૂા. ૩,૦૯૦૭૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે.

જેમાં મોટી પાનેલી ગામેની સીમામાં વેણુંનદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા ભીખા ઉર્ફે થોભણ લાખા, ટપુ કેશુ ગંભીર, વસતા મંગા પરમાર, શોભનાબુન ઘેલા માકડીયાને રૂા. ૩૭,૭૭૦ રોકડ સાથે પો.જ. જયદીપ ગીરીશભાઇ એ ધરપકડ કરેલ છે. બીજી રેડ કલારીયા ગામની સીમમાં હારૂન ચકુ નરાડીયાની વાડીએ ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરતા વાડી માલિક હારૂન ચકુ નરોડીયા, સંજય વીરા ચાવડા, ઉપલેટા જીતુ જવેર પરમાર, તરડીયામેરામણ સોમા સુવા, ઉપલેટા રણજીતસિંહ ભુખા વાળા, સોળવદર હારૂન હમીર અભેસોરા, સોળવદર સાદુલ રમેશ માણાવદરીયા, સીદસરઆશીષ ગોપાલ મકવાણા, સીદસર વારાને રૂા. ૧,૩૩૦૦ રોકડા તથા મોટર સાયકલ તથા કાર સાથે કુલ મુદ્દામાલ રૂા. ૨,૭૧,૩૦૦ના ધરપકડ કરેલ છે.

 અન્ય એક બનાવમાં યાદવ પાન જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા ૩ને રૂા. ૨૪,૩૬૦ સાથે પો.જ. જયેશભાઇ દાફડાએ ધરપકડ કરેલ છે.

જેમાં સંજય હીરા ચાવડા, વિપુલ ચંન્દ્રવાડીયા, મેહુલ ભીખા વસરા રે. બધા ઉપલેટાનો સમાવેશ થાય છે. વધુ તપાસ પો.જ. મુળજીભાઇ ખીમસુરીયા એ હાથ ધરી છે.(૧.૧૧)

(11:39 am IST)
  • સાબરમતીમાં ઢગલા મોઢે પ્રદુષિત પાણી ઠલવાય છે :નદીના બ્યુટીફીકેશનના કરોડો રૂપિયાના ખર્ચા ઉપર મોટો ફટકો : ચંદ્ર ભાગા પાસે સાબરમતીમાં ગટરનું પાણી છોડાઈ રહ્યાના અહેવાલો access_time 3:05 pm IST

  • કરાઈ પાસે સાબરમતી નદીમાં અમદાવાદના 10 યુવકો ડૂબ્યા : ગાંધીનગર નજીક કરાઈ પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન વેળાએ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારના 10 યુવકો ડૂબ્યા : ફાયર બ્રિગેડ દ્વારા 7 યુવકોને બચાવી લેવાયા: બાકીના 3 યુવકોની શોધખોળ શરૂ કરાતા 1 યુવકની લાશ મળી: હજુ પણ 2 યુવકોની શોધખોળ ચાલુ access_time 1:02 am IST

  • એસટી વિભાગ દ્વારા લગ્નપ્રસંગે રાહતદરે બસ ફાળવાશે: વિજયભાઈ રૂપાણીના હસ્તે ફાળવાશે : ૪૫ નવી વોલ્વો બસ શણગારેલી મળશે access_time 3:19 pm IST