Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

મોટીપાનેલી લોહાણા મહાજન વાડીમાં બુધવારે નિઃશુલ્ક ત્રિવિધ કેમ્પ

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા.૨૦ : મોટી પાનેલીમાં શ્રી લોહાણા મહાજન વાડીમાં બુધવારે નિઃશુલ્ક (વિનામુલ્યે) નેત્રનિદાન કેમ્પ દંતયજ્ઞ કેમ્પ તથા કોમ્પ્યુટર દ્વારા આંખના નંબરના ત્રિવિધ કેમ્પનું આયોજન કરાયુ છે.

પૂજય શ્રી સદગુરૂદેવ શ્રી રણછોડદાસબાપુ આશ્રમ રાજકોટ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા તથા સાક્ષાત માં જગદંબા સ્વરૂપ દેવીની અસીમ કૃપાથી જનતાના લાભાર્થે વિનામુલ્યે શ્રી સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ વિનામુલ્યે નેત્રયજ્ઞમાં ગરમીની સીઝનમાં પણ મોતીયાના ટાંકા વગરના ઓપરેશન આધુનિક કોલ્ડ ઠંડા ફેકો મશીન દ્વારા ઓપરેશન કરવામાં આવશે તથા વિનામુલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા જમવા શુધ્ધ ઘીનો શીરો ચા પાણી નાસ્તો દવા ટીપા ચશ્મા દવા મફત આપવામાં આવશે.

ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે વિનામુલ્યે મુકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. બીજા કેમ્પ દંતયજ્ઞમાં રાજકોટના આયુર્વેદિક ડોકટર દ્વારા આયુર્વેદિક પધ્ધતીથી દંતયજ્ઞ દંતચિકિત્સા અને બત્રીસીનો કેમ્પ જેમાં દર્દીને આયુર્વેદિક પધ્ધતીથી ફ્રી નિદાન કરી જરૂર હશે તેમને હલતા દુઃખતા બિનજરૂરી દાંત જાલંધર બંધ પધ્ધતીથી ઇન્જેકશન કે દવા વગર મફત દાંત કાઢી આપવામાં આવશે તથા નજીવા દરે બત્રીસી બનાવી આપવામાં આવશે. ત્રીજા કેમ્પમાં વિનામુલ્યે કેમ્પના સ્થળ પર ડોકટર દ્વારા આધુનીક કોમ્પ્યુટર દ્વારા આંખના નંબર તપાસ કરી આપવામાં આવશે તથા નજીવા દરે ચશ્મા આપવામાં આવશે.(૪૫.૨)

 

(11:38 am IST)
  • સાબરમતીમાં ઢગલા મોઢે પ્રદુષિત પાણી ઠલવાય છે :નદીના બ્યુટીફીકેશનના કરોડો રૂપિયાના ખર્ચા ઉપર મોટો ફટકો : ચંદ્ર ભાગા પાસે સાબરમતીમાં ગટરનું પાણી છોડાઈ રહ્યાના અહેવાલો access_time 3:05 pm IST

  • નાની બચત યોજનાના વ્યાજ દર વધ્યા : પીપીએફ- એનએસસી ઉપર ૮ ટકા જયારે કેવીપી ઉપર ૭.૭ ટકા વ્યાજ મળશેઃ સુકન્યા સમુધ્ધિ યોજનામાં ૮.૫ ટકા વ્યાજ મળશેઃ પીપીએફ તથા એનએસસી પર વ્યાજનો દર ૭.૬ ટકાથી વધારી ૮ ટકા કરાયોઃ ૧ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને મળશે લાભ access_time 1:37 pm IST

  • એક સાથે બે સિસ્ટમ્સ સક્રિય : આવતીકાલથી પંજાબ સહિત ૫ રાજયોમાં વરસાદી તાંડવની શકયતા: બંગાળના અખાત મધ્યે ડીપ ડીપ્રેશન બન્યુ છે : પશ્ચિમી હિમાલય ઉપર પણ મોટી હલચલ હવામાનને અસર કરશે : પંજાબ - દિલ્હી - હરિયાણા - ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ પડશે : ૧૫ દિવસ ચોમાસુ : છવાયેલુ રહેશે : આવતીકાલે ૨૧ થી ૨૪ વચ્ચે પંજાબ - હરિયાણાના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે : કેટલેક સ્થળે ભારે વર્ષા access_time 3:20 pm IST