Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ધોરાજીમાં તાજીયા માતમમાં બેસાડવામાં આવ્યા પરંતુ કોઈ ઝુલુસ સરઘસ નીકળશે નહીં

કોમી એકતા અને ભાઇચારા સાથે મોહરમનાં ત્યોહારની ઉજવણી કરવામાં આવી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સરકારની guidelines અને નિયમ પ્રમાણે તાજીયા માતમ માં દર્શાવવામાં આવ્યા પરંતુ કોઈ જ ઝુલુસ કાઢવામાં નહીં આવે તે બાબતે પૂરી તકેદારી રાખવામાં આવી હતી
ધોરાજીમાં અંદાજે ૭૦ જેટલા નાના-મોટા તાજીયા ગઈકાલે જ માતમમાં આવ્યા હતા જે આજે સાંજે નિયમ પ્રમાણે વિશાલ જુલુસ નીકળતું હોય છે પરંતુ જિલ્લા પોલીસ વડા બલરામ મિણા તેમજ ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ તેમજ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા વિગેરે ના માર્ગદર્શન હેઠળ ધોરાજીના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોની તેમજ તાજિયા કમિટીના આગેવાનો સાથે મિટિંગ યોજી સરકારના નિયમ પ્રમાણે જુલુસ નહીં કાઢવા વિનંતી કરી હતી અને કાયદાનું ચુસ્તપણે પાલન કરવાની સૂચનાઓ આપી હતી જેના અનુસંધાને આજે ધોળાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સરકારની guidelines નિયમ પ્રમાણે માત્ર તાજીયા તે સ્થાન ઉપર રાખવામાં આવ્યા હતા એ જ પોતાના સ્થાન પર રાખવામાં આવ્યા છે માણસો વધુ ભેગા ના થાય તે બાબતની તકેદારી રાખવામાં આવી છે અને ઝુલુસ ઉપર પ્રતિબંધ હોય જેથી આ જ આખી રાત જે સ્થળે તાજીયા છે તે જ સ્થળે તાજીયા રહેવાના છે અને વહેલી સવારે તાજીયા ટાઢા થવા જે તે કબ્રસ્તાન એ લઈ જશે
હાલમાં ધોરાજી મુસ્લિમ સમાજના આગેવાનો હાજી ઇબ્રાહીમભાઈ કુરેશી મેમણ મોટી જમાતના પ્રમુખ હાજી અફરોજભાઈલક્કડકુંટા મેમણ સમાજના યુવા અગ્રણી રિયાઝભાઈ દાદાણી ધોરાજી નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ મકબુલભાઈ ગરાણા બાસીદ ભાઈ પાનવાલા તેમજ લઘુમતી મોરચાના શબ્બીરભાઈ ગારાણા બોદુ ભાઈ ચૌહાણ મતીનબાપુ સૈયદ હુસેનભાઇ કુરેશી વિગેરે મુસ્લિમ સમાજના આગેવાનો ધોરાજીમાં ભાઈચારો અને કોમી એકતા દર્શાવતી બાબતે ખાસ તકેદારી રાખી રહ્યા છે આ સાથે ધોરાજીમાં પોલીસનો પણ પૂરતો જાપ્તો રાખવામાં આવ્યો છે જે અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મિણા ની સૂચનાથી ધોરાજી ખાતે ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા મહિલા પી.એસ.આઇ નયનાબેન કદાવલા પીએસઆઇ ગાંગડા વિગેરે પોલીસ સ્ટાફ સધન પોલીસ બંદોબસ્ત સાથે ધોરાજીમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહ્યો છે

(6:33 pm IST)