Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોરબી ના રાજકારણમાં ભૂકંપ :પ્રખર ભાજપી સરપંચ આમ આદમી પાર્ટીમાં જોડાયા

બિલીયા ગામના સરપંચ કાંતિભાઈ પેથાપરા આમ આદમી પાર્ટીના કાર્યથી પ્રભાવિત થઈ આપ માં જોડાયા : જિલ્લાના આ 11 માં સરપંચને આપ પાર્ટીએ જોડ્યા

આજરોજ મોરબી ખાતે ભારતીય જનતા પાર્ટીની આશીર્વાદ યાત્રા લઈને મંત્રીઓ મોરબી પધાર્યા છે ત્યારે ખરેખર આશીર્વાદ માંગવાથી ના મળે પરંતુ કામ કરવાથી મળે એ વાક્ય આજે આમ આદમી પાર્ટીએ સાર્થક કરી બતાવ્યું છે મોરબી તાલુકાના બિલીયા ગામના સરપંચ  કાંતિભાઈ પેથાપરા જેઓ પ્રખર ભારતીય જનતા પાર્ટીના સમર્થક રહી ચૂક્યા છે તેઓ આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત જોડાણા છે.
છેલ્લા દોઢ માસથી આમ આદમી પાર્ટી ગુજરાતના સમગ્ર ગામમાં કોરોના મૃત્યુ પામેલ દિવંગત  આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવા જઈ રહી છે ત્યારે તેમને બહોળી સંખ્યામાં લોકોનું સમર્થન મળી રહ્યું છે આજ રોજ મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયા તેમજ મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી દ્વારા બિલીયા ગામ ની મુલાકાત લેવામાં આવેલ જ્યારે બિલીયા ગામના સરપંચ કાંતિભાઈ પેથાપરા આમ આદમી પાર્ટીના કાર્યથી પ્રભાવિત થઈ વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાય ગયા ત્યારે અચૂક એ કહેવાનું મન થાય કે આશીર્વાદ મંગવાથી નથી પણ મનથી મળે એ સાચા આમ આદમી પાર્ટી મોરબી દ્વારા જિલ્લાના આ 11 માં સરપંચ ને પાર્ટી સાથે જોડિયા છે.

(6:18 pm IST)