Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ધોરાજીમાં સીતેર હજારની માલમતા સાથે સાત પતાપ્રેમીઓ ઝડપાયા....

ધોરાજી :ધોરાજીમાં એક તરફ શ્રાવણમાસમાં ભોળાનાથની ઉપાસના ચાલે છે ત્યારે બીજી તરફ પતાંપ્રેમીઓ જુગારમાં મસ્ત છે.
જિલ્લા પોલીસ વડા બલરામ મિણા તેમજ ઇન્ચાર્જ ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ ની સૂચનાથી સમગ્ર રાજકોટ જિલ્લામાં દારૂ-જુગારની બદી ઓર બુદ કરવા બાબતે આદેશ અનુસાર ધોરાજી પોલીસ 7 જુગારીઓને રૂપિયા ૭૦ હજારની મતા સાથે ઝડપી લીધા હતા આવા સાત જુગારીઓની મોજ ધોરાજી પોલિસે બગાડી નાખી હતી.
ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા અને સ્ટાફને બાતમી મળતાં મનોજભાઈ બાલધાની વાડી મા રેડ કરતા વાડી માલિક મનોજભાઈ કરમશિભાઈ બાલધા, પરેશભાઈ સોજીત્રા, ભીખાભાઈ ઠુમર,  રસિકભાઈ   બાલધા, દીપકભાઈ ઠુમર, રમણીકભાઇ બાલધા, ચેતનભાઈ ત્રાડા રે તમામ કુંભાર વાળા અને  હીરપરા વાડી વિસ્તારના સાત ઇસમોને  રોકડ ૫૫,૨૧૦ મોબાઈલ અને અન્ય મુદ્દામાલ મળી રૂ. ૭૦,૦૧૦ સાથે જડપી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરોક્ત રેડમાં ધોરાજીના પડશે ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજા સાથે હિતેશ ભાઈ બાબુભાઈ રવિરાજસિંહ અરવિંદસિંહ વિગેરે પોલીસ હતા રોકાયો હતો

(6:17 pm IST)