Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ધોરાજી તાલુકાના વેગડી ગામ ખાતે ખેડૂતે કપાસનો પાક ફેલ થઈ જતાં આપઘાત કર્યો

મામલતદાર સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી પંચનામુ કર્યું: વરસાદ ખેંચાતા ખેડૂતોને કપાસનો ઉભો પાક ફેલ થઈ જતા નાના ખેડૂતે લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો :નાના એવા ગામમાં ભારે શોક છવાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)  ધોરાજી: ધોરાજી તાલુકાના વેગડી ગામ ખાતે ખેડૂતનો કપાસનો પાક ફેલ થઈ જતા ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ચિંતામાં હતા આ સમયે વેકરી ગામ ના ખાટ (ગુજરાતી) ઉંમર ૪૭ વર્ષના ખેડૂતે રોષે ભરાઈ પોતાના ખેતરમાં લીમડાના ઝાડ નીચે  ગળાફાંસો ખાઇ લેતા નાના એવા ગામમાં ભારે ચર્ચા વ્યાપી ગઇ હતી ઉપરોક્ત ઘટના ના સમાચારથી ધોરાજીના મામલતદાર તેમજ પોલીસ દોડી ગઇ હતી
પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી તાલુકાના વેગડી ગામ ખાતે રહેતા  ભનુભાઈ મેરામભાઇ જોરીયા (ઉમર વર્ષ 47 ) (રહે વેગડી તાલુકો ધોરાજી વાળા )એ આજરોજ કોઈ અગમ્ય કારણોસર પોતાની જ વાડીમાં લીમડા નીચે દોરડું લટકાવી ગળાફાંસો ખાઇ લેતા જે અંગે ધોરાજીની પોલીસને ખેડૂતોએ જાણ કરતા તાત્કાલિક જમાદાર હિતેશભાઈ ગરેજા વિગેરે પોલીસ સ્ટાફ દોડી ગયો હતો ઉપરોક્ત બાબતને ઘટના અંગે તપાસ કરતા તેમના વાલીઓ તેમજ ગ્રામજનો એ જણાવેલ કે ભનુભાઈ મેરામભાઇ જોરીયા ખાટ ઉંમર વર્ષ 47 છેલ્લા આઠ દિવસથી ચિંતામાં હતા અને કપાસનો પાક બળી ગયો હતો જેના કારણે વરસાદ ખેંચાતા પાકને બચાવી શક્યા નહીં જેથી આવેશમાં આવી અને આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી
ઉપરોક્ત ઘટનાને કારણે ધોરાજીના ઇન્ચાર્જ મામલતદાર ડી.ડી. નંદાણીયા ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા વિગેરે સ્ટાફ સાથે તાત્કાલિક વેગડી ગામ ખાતે દોડી ગયા હતા અને સ્થળ પંચનામું કરી લાશને પી.એમ.માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી
ઈન્ચાર્જ મામલતદાર ડીડી નંદાણીયા નો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે ધોરાજી તાલુકાના રેગડી ગામે ખેડૂતોએ આપઘાત કર્યો છે જે બાબતે પોલીસને જાણ કરી અધીકારીઓ આવ્યા પછી જ અમો લાશ ઝાડ ઉપરથી ઉતારસુ તે બાબતનો મને ફોન આવતા તાત્કાલિક ધોરાજી ના વેગડી ગામ ખાતે દોડી ગયા હતા અને સ્થળ ના તમામ લોકો સાથે વાતચીત કરી લોકોની વાત સાંભળી હતી આ બાબતે ખેડૂતોએ એવું જણાવેલ કે મરણ જનાર ભનુભાઈ મેરામભાઈ જોરીયા ઉંમર વર્ષ 47 એ પોતાનો પાક ફેલ થઈ જતા ઉપરોક્ત પગલું ભર્યું છે તેવું જણાવેલ કે અમોએ રોજકામ કરી અને પોલ્યુશન વિભાગને આ બાબતની જાણ કરવામાં આવી છે તેમજ ખેડૂત નો પાક વીમો છે કે નહીં તે બાબતે પણ કૃષિ વિભાગને જાણ કરીશું અને આગળની તપાસ પોલીસ કરી રહી છે પછી હકીકત પોલીસ તપાસ બાદ હકીકત જાણવા મળશે તેમ ઈન્ચાર્જ મામલતદાર ડી ડી નંદાણીયા એ જણાવ્યું હતું

(6:12 pm IST)