Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોરબી ના રામગઢ કોયલીમા રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઝડપાયા

તાલુકા પોલીસે રોકડ રકમ રૂ.૮૨,૯૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી તાલુકાના રામગઢ – કોયલી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્શોને પકડી પાડી મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી  હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના પી આઈ એમ આર ગોઢાંણીયાની સુચનાથી સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના હરેશભાઈ આગળ અને દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળેલ મોરબીના રામગઢ-કોયલી ગામે રાજુભાઈ ભીમાણીના રહેણાંક મકાનમાં જુગાત રમાતો હોવાની બાતમીના આધારે પી એસ આઈ વી જી જેઠવા સહિતની ટીમે દરોડો પાડી ત્યાં જુગાર રમતા રાજુભાઈ ભુરાભાઈ ભીમાણી, ખીમજીભાઈ ભગવાનભાઈ રાણીપા, કિરીટભાઈ જાદવજીભાઈ ફેફર, ગોવિંદભાઈ હરજીભાઈ પનારા, નિતેશભાઈ રામજીભાઈ કાસુન્દ્રા, કેતનભાઈ સવજીભાઈ રાણીપા અને ભોજાભાઈ ડાયાભાઇ પનારાને રોકડ રકમ રૂ.૮૨,૯૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ વી જી જેઠવા, સુરેશભાઈ હુંબલ, જયસુખભાઈ વસીયાણી, હરેશભાઈ આગ;, યોગીરાજસિંહ જાડેજા, જયેશભાઈ ચાવડા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા સહિતની ટીમે કરેલ હતી.

(2:19 pm IST)