Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોરબીના ટીંબડી પાટીયા નજીક ટ્રેડીંગની ઓફિસમાં જુગારધામ પર પોલીસ ત્રાટકી: આઠ જુગારી ઝડપાયા.

એલસીબી ટીમે જુગારીઓને ઝડપી કુલ રૂ .૪,૦૫,૫૦૦ ના મુદામાલ જપ્ત કર્યો

 મોરબી નેશનલ હાઇવે રોડ પર આવેલ ટીંબડીના પાટીયા નજીક પાટીદાર ટાઉનશીપ પાસે આવેલ રાધે કોપ્લેક્ષમાં વિશ્વાસ ટ્રેડીંગ નામની ઓફીસમાંથી જુગારધામ ઝડપી પાડી ધોરણસરની મોરબી એલસીબી ટીમે કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તેમજ ડી વાય એસ પી રાધિકા ભરાઈના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના સંજયભાઈ મૈયડ અને ભગીરથસિંહને બાતમી મળી હતી કે આંનદકુમાર વલ્લભભાઈ પટેલ રહે હાલ મોરબી નવા બસ સ્ટેન્ડ સામે વિશ્વાસ પેલેસ વાળો મોરબી માળીયા ને.હા. રોડ ટીંબડી પાટીયા , પાટીદાર ટાઉનશીપ પાસે રાધે કોપ્લેક્ષમાં આવેલ વિશ્વાસ ટ્રેડીંગ નામની ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગેકા.રીતે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા તે જગ્યાએ રેઇડ પાડતા આરોપીઓ જેમાં આનદકુમાર વલ્લભભાઇ ભોરણીયા, પ્રકાશભાઇ પ્રવિણભાઈ ભોરણીયા ,જયદિપભાઇ જગદીશભાઇ ભોરણીયા ,સાવનભાઇ કાનજીભાઈ અઘારા,અભીભાઇ ભરતભાઇ કૈલા , વિવેકભાઈ મનસુખભાઇ સંતોકી , અક્ષયગીરી પ્રવિણગીરી ગૌસ્વામી,મોહીદીન અબ્બાસભાઇ બ્લોય ને રોકડ રૂપીયા રૂ .૯૫,૫૦૦, તથા મોબાઇલ ફોન નંગ -૬ કિ.રૂ .૬૦,૦૦, તથા ફોર વ્હીલ કાર -૨ કિ.રૂ .૨,૫૦,૦૦૦ મળી કુલ રૂ .૪,૦૫,૫૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં એલસીબી પી આઈ વી.બી.જાડેજા,. સંજયભાઇ મૈયડ, ભગીરથસિંહ ઝાલા, દિલીપભાઇ ચૌધરી , વિક્રમસિંહ બોરાણા , જયવંતસિંહ ગોહીલ , દશરથસિંહ ચાવડા , ભગીરથસિંહ ઝાલા , ભરતભાઇ મિયાત્રા , સતીષભાઇ કાંજીયા વિગેરેઅે કામગીરી કરી હતી

(2:17 pm IST)