Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોરબીની જેલ રોડ અનુજાતિ વાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા .

મોરબીની જેલ રોડ અનુજાતિ વાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પી આઈ બી પી સોનારાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેલ રોડ અનુજાતિ વાસમાં જાહેરમાં જુગાર રમતા વિજયભાઈ મોહનભાઈ વાઘેલા, રાહુલભાઈ મહેશભાઈ વાણીયા, ચનાભાઈ માવજીભાઈ મકવાણા, સંજયભાઈ મનુભાઈ પરમાર, પારસભાઈ હીરાભાઈ સોલંકી અને કાનજીભાઈ મનજીભાઈ પરમારને રોકડ રકમ રૂ.૧૬૮૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી આઈ બી પી સોનારા,એચ એમ પટેલ, જયપાલસિંહ ઝાલા, અરવિંદભાઈ ગડેચા, સિદ્ધરાજભાઈ લોખીલ અને વૈશાલીબેન સહિતની ટીમે કરેલ છે

(2:16 pm IST)