Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોરબીની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન પ્રસુતાનું મોત.

 મોરબીના શનાળા રોડ ઉપર આવેલી ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયેલ પ્રસુતાનું સારવાર દરમિયાન મોત નિપજતા સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
  ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નવા નાગડાવાસ ગામના જોશનાબેન ઉર્ફે જ્યોત્સનાબેન અમુભાઇ છૈયા (ઉ.૩૭ ) નામના મહિલાને પ્રસવપીડા ઉપડતા શનાળા રોડ ઉપર આવેલ કલરવ નામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા પ્રસુતિ દરમ્યાન જ્યોત્સનાબેનનું મૃત્યુ નીપજ્યું હોવાનું હોસ્પિટલના તબીબ ડો. જયેશ પનારાએ જાહેર કરતા સીટી એ ડિવિઝન પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.

(2:15 pm IST)