Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોરબી ઓરપેટ ગ્રૂપ દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાનું સન્માન.

મંત્રી રૂપાલાએ ડાયરેક્ટર નેવિલ પટેલ સાથે તેમના દાદા સ્વ. ઓ. આર. પટેલ તેમજ પિતા પ્રવિણભાઇ સાથેના સંસ્મરણો વાગોળ્યા.

 

મોરબી :આજ રોજ મોરબી ખાતે ભાજપ દ્વાર આયોજિત જન આશિર્વાદ યાત્રા સાથે કેન્દ્રિય મંત્રી પરસોતમભાઈ  રૂપાલા મોરબી આવી પહોંચ્યા હતા. જયાં રેલી, સભા સહિતના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ તેઓ મહર્ષિ દયાનંદની ભૂમિ ટંકારા જવા નીકળ્યા હતા.

ત્યારે મોરબી અને ટંકારા વચ્ચે આવેલ વિશ્વ પ્રસિદ્ધ ' ઓરપેટ ' કંપની ખાતે ઓરપેટના યુવા ડિરેક્ટર નેવિલભાઈ  પટેલ તેમજ કંપનીમાં કામ કરતી દીકરીઓ દ્રારા મંત્રીનું ઉમળકાભેર સ્વાગત, સન્માન કરવામાં આવ્યુ હતું.
આ તકે ઓરપેટના યુવા ડાયરેક્ટર નેવિલભાઇ સાથે મંત્રીશ્રી એ તેમના દાદા સ્વ. ઓ. આર.પટેલ તેમજ તેમના પિતાજી પ્રવિણભાઇ પટેલ સાથેના વરસો જૂના સંબંધોનો ઉલ્લેખ કરવા સાથે ભૂતકાળના સંસ્મરણો તાજા કર્યાં હતા અને વિશ્વ કક્ષાએ દેશનું નામ રોશન કરવા સાથે દાખલા રૂપી હજારો દીકરીઓને પગભર કરી આપવાની ઉમદા ભાવનાની પ્રશંસા કરી હતી.

(2:08 pm IST)