Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોરબીના નારણકા ગામના ઉપસરપંચ અમિતભાઇ બોખાણી આપમા જોડાયા

વનાળીયા ગામ સરપંચનાં ભત્રીજા અને ગામનાં આગેવાન હમેશભાઈ હરજીવનભાઈ દેકાવડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં જનસંવેદના યાત્રા ચાલી રહી છે ત્યારે આ યાત્રા દરમિયાન મોરબી તાલુકા ના નારણકા ગામ ના ઉપ સરપંચ અમિતભાઈ ગોવિંદભાઈ બોખાણી તેમજ વનાળીયા ગામ સરપંચ નાં ભત્રીજા અને ગામ નાં આગેવાન હમેશભાઈ હરજીવનભાઈ દેકાવડીયા આમ આદમી પાર્ટી માં જોડાયા હતા તેમનુ સ્વાગત મોરબી તાલુકા પ્રમુખ  પ્રફુલભાઈ હોથી તેમજ જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.આવનારા દિવસો માં હજુ ધણા બધા આગેવાનો તેમજ સરપંચો આપને સાથ આપસે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

(2:04 pm IST)