Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ખંભાળીયા PGVCL કચેરી ખાતે ખેડૂતોનો વિરોધ : ૧૨ કલાક વિજળી આપવા માંગ

ખંભાળીયા : તાલુકાના જાકસીયા ગામના ૪૦ જેટલા ખેડૂતો પહોંચ્યા PGVCL કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતુ અને ખેડૂતોને દરરોજ માત્ર ૨ જ કલાક વીજળી મળતી હોવાના કારણે PGVCL કચેરી ખાતે વિરોધ કરી રજુઆત કરી હતી. તે વખતની તસ્વીર. તેઓએ ઉર્જામંત્રી દ્વારા ૧૦ થી ૧૨ કલાક વીજળી અને દિવસે વીજળી આપવાની વાત કરી તે માત્ર કાગળ પર હોવાના આક્ષેપો કર્યા હતા અને ખંભાળીયા તાલુકાના મોટાભાગના ગામોમાં પૂરતો વીજપુરવઠો ન મળતો હોવાનું ધીમેધીમે સામે આવી રહ્યું છે. ત્યારે જાકસીયા ગામના ખેડૂતો દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે ખંભાળીયા કાર્યપાલક અધિકારીને રજુઆત કરાય હતી. જાકસીયા ફીડર ૧૫૦ કિમિ જેટલો લાંબો હોઈ અને વચ્ચે વાતાવરણ ખરાબ હોવાના કારણે પણ પ્રશ્નો થયા છે જયારે બેરાજા સબ સ્ટેશન થયા બાદ પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે સાથે જ હાલમાં કોન્ટ્રાકટ ના કર્મીઓ અને ખાનગી વાહનો સાથે ટીમ બનાવી કાર્યરત કરવા સૂચન કર્યું હતું. આથી  ખંભાળીયા PGVCLના કાર્યપાલક ઈજનેર દ્વારા આગામી દિવસોમાં યોગ્ય વીજપુરવઠો મળે તેવી બાંહેધરી પણ અપાઇ હતી.

(1:02 pm IST)