Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

જામનગરના ખીરી ગામના પાટીયા પાસે ઇંગ્લીશ દારૂનો જથ્થો લઈ જતા ત્રણ શખ્સો ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: જોડીયા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૮–ર૧ ના ખીરી ગામના પાટીયા પાસે રોડ પર આ કામના આરોપી ઋષિરાજસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા, જગદીશ પ્રેમજીભાઈ જાદવ, વિજય ઉર્ફે ઘોઘો ઉર્ફે જાદવ મધુભાઈ બારેયા એ ભારતીય બનાવટની વિદેશી દારૂ પોતાના કબ્જા વાળી મારૂતિ સુઝુકી અલ્ટો કારમાં ગેરકાયદેસર પારસ પરમીટ વગર ભારતીય બનાવટની બોટલ નંગ–રર૭, જેની કિંમત રૂ.૯૦,૮૦૦/– તથા મારૂતિ અલ્ટ કાર જેની કિંમત રૂ.૧,૦૦,૦૦૦/–  તથા મોબાઈલ ફોન કિંમત પપ૦૦ મળી કુલ રૂ.૧,૯૬,૩૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

વસઈ ગામે જુગાર રમતા ઝડપાયો : ત્રણ ફરાર

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૮–ર૧ના વસઈ ગામ પંચર વાળાની સામેની બાવળની જાળીમાં આ કામના આરોપીઓ નટુભા ગાગજીભા જાડેજા, રે. જામનગરવાળા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.  તથા અન્ય આરોપીઓ કપીલ ઉર્ફે ગોપલી હસમુખભાઈ ચૌહાણ, રઘુભાઈ ઉર્ફે રઘો રબારી, હક કારાભાઈ ચૌહાણ, ઈરફાન હશનભાઈ રૃંઝા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હર્ષદપુર ગામે મોબાઈલ ઝુંટવી જતા અજાણ્યા શખ્સ સામે રાવ

પંચ બી પોલીસ સ્ટેશનમાં નરેશભાઈ ઉર્ફે મોટો માવજીભાઈ હીરાભાઈ ધ્રુવ, ઉ.વ.૩પ, રે. હર્ષદપુર ગામ, મફતીયા પ્લોટ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ–૭–ર૧ ના હર્ષદપુર ગામ પહેલા જીણાભાઈ વસોયાની વાડી પાસે રોડ ઉપર ફરીયાદી નરેશભાઈ પોતાનું બાકઈ લઈ પોતાના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં પેશાબ કરવા ઉભા રહેતા તે દરમ્યાન અજાણ્યો માણસ મોટરસાયકલમાં આવી ફરીયાદી નરેશભાઈનો કાઠલો પકડી તેના પેન્ટના ખીસ્સા માંથી વીવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.૭૦૦૦/– તથા રોકડા રૂ.૭૦/– ઝુટવી લઈ ધકકો મારી પાડી લઈ બાકઈમાં નાશી જઈ ગુનો કરેલ છે.

રણજીતસાગર ડેમ પાસે મોબાઈલ ઝુંટવી જતા શખ્સ સામે રાવ

પંચ બી પોલીસ સ્ટેશનમાં રોહિતભાઈ શંકરભાઈ આતમારામભાઈ ચાવડા, ઉ.વ.ર૦, રે. જૂના રેલ્વે સ્ટેશન પાસે, ભીમવાસ શેરી નં.૧, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર–૮–ર૧ના  ફરીયાદી રોહિતભાઈ પોતાની ફ્રેન્ડ સાથે રણજીતસાગર ડેમ પાસે બગીચાની બહાર બેઠા હતા. ત્યારે એક અજાણ્યો માણસ મોટરસાયકલમાં આવી ફરીયાદીનો રીઅલમી કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.પ,૦૦૦/– નો ઝુટવી બાઈકમાં નાશી જઈ ગુનો કરેલ છે.

એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં જુગાર રમતા છ ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કમલેશભાઈ ડાયાભાઈ કરથીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૮–ર૧ ના એમ.પી.શાહ ઉદ્યોગનગર, વિપુલ કેટરસ સામે રોડ પર આ કામના આરોપીઓ રાજેશભાઈ રવજીભાઈ જાદવ, રવીરાજસિંહ રણજીતસિંહ કંચવા, તખુભા ઉર્ફે બાબુભાઈ માનસંગજી, નરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા, હરીશભાઈ કાલીદાસભાઈ સોમૈયા, અતુલભાઈ ચંદુભાઈ રાઠોડ, રે. જામનગર વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૪૩પ૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મધુરમ સોસાયટીમાં  જુગાર રમતા આઠ ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૮–ર૧ રામેશ્વરનગર પાછળ, મધુરમ સોસાયટી શેરી નં.૧, સ્ટ્રીટલાઈટના અજવાળે જામનગરમાં આ કામના આરોપીઓ વિપુલભાઈ ભરતભાઈ ચૌહાણ, વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરૂ અજીતસિંહ જેઠવા, હેમાશું જીતેન્દ્રભાઈ પરમાર, શકિતદાન ભીખુભા બોક્ષા, યુવરાજસિંહ ઉર્ફે ઘોઘો દશરથસિંહ રાઠોડ, કુલદીપસિંહ જગદીશસિંહ ગોહિલ, સુરૂભા મદારસંગ વાઢેર, અરજણ મેરાભાઈ ડુવા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૭,૩૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં દારૂની ૧ર બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કમલેશભાઈ ડાયાભાઈ કરથીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૮–ર૧ ના એમ.પી.શાહ ઉધોગનગર, વિપુલ કેટરસ સામે આ કામના આરોપી ઈન્દ્રસિંહ ઉર્ફે શંકર ઉમેદસિંહ જાડેજા, રે. જામનગરવાળા એ પોતાના રહેણાંક મકાનમાં ઈગ્લીશ દારૂની બોટલ નંગ–૧ર, કિંમત રૂ.૬૦૦૦/– ની રાખી ઝડપાઈ ગયેલ છે.

છોકરાના ઝઘડામાં મોટા બાખડી પડયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રામભાઈ તરશીભાઈ વાઘેલા, ઉ.વ.પપ, રે. ભીમાનુગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૮–ર૧ ના ભીમાનુ ગામે ફરીયાદી રામભાઈ નો ભાણેજ તથા પૌત્ર રમતા રમતા ઝઘડતા હોય ફરીયાદી રામભાઈના દિકરા વસંતે તેઓને ઠબકો દેતા આરોપી ધીરૂભાઈ રામભાઈ વાઘેલા એ વસંતને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી માથામાં લોખંડનું ધારીયુ મારી ઈજા પહોંચાડી જામનગરના જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જોગવડ ગામે જુગાર રમતા સાત ઝડપાયા

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ માધુભા કંચવા એ ફરીયાદ નોંધાવી છે કે ,તા.ર૦–૮–ર૧ ના આ કામના આરોપીઓ પિયુષ મંગાભાઈ રાઠોડ, કાના ઉર્ફે કિરીટ પાલાભાઈ ચાવડા, મનસુખ રાજાભાઈ બથવાર, પ્રતાપ કરશનભાઈ ચાવડા, ગોપાલ મુળુભાઈ ચાવડા, વિશાલ અરજણભાઈ જગતીયા, રાણાભાઈ બુધાભાઈ ચાવડા રે. જોગવડ ગામ વાળા  ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧૭૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:01 pm IST)