Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

રોપ-વેની સફર માણી ગિરનાર અંબાજીના દર્શન કરતા કેન્દ્રીય મંત્રી માંડવીયા

રોપવે ખાતે કંપનીના અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું અંબાજી મંદિરે પુજન-અર્ચનનો લાભ લીધો

ગિરનાર રોપ-વેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાનું સ્વાગતઃ ગિરનાર પર્વત પર અંબાજી માં ના દર્શન કર્યા : જુનાગઢ : ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા જન આશિવાદ યાત્રા લઇને ગઇકાલે જુનાગઢ આવી પહોંચ્યા છે. દરમ્યાન આજે સવારે ઉષા બેકો કંપની ગિરનાર રોપ-વે મારફત અંબાજી મંદિર દર્શને જતા પૂર્વ ગિરનાર રોપવેના રિજયોનલ હેડ દિપક કપલીસ તથા જનરલ મેનેજર જી. એમ. પટેલએ શ્રી મનસુખ માંડવીયાનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી ઢોલનગારા કાઠીયાવાડી પરંપરાગત સ્વાગત કર્યુ હતું અને રોપ-વે અંગે જીણવટભરી માહિતી આપી હતી જે તસ્વીરોમાં નજરે પડે છે. ત્યારબાદ ઉષા બેકોના ગીરનાર રોપવે ઉડન ખટોલા મારફત ગીરનાર પર્વત પર બિરાજમાન માં અંબાજીના દર્શનાર્થે શ્રી માંડવીયા પહોંચ્યા હતા આ તકે ગીરનાર રોપ-વેના રિજયોનલ હેડ શ્રી દિપક કપલીસ અને જનરલ મેનેજર જી. એમ. પટેલે તેમને આવકાર્યા હતા અને અંબાજી મંદિરે મનસુખભાઇએ દર્શન કરી માતાજીની આરતી કરી આશિર્વાદ લીધા હતા દરમ્યાન મંદિરના મહંત પૂ. તનસુખગીરીબાપુ અને ગણપતિગીરીબાપુ દ્વારા માતાજીની ચૂંદડી અને પ્રસાદ આપી શ્રી માંડવીયાને આર્શિવાદ આપ્યા હતા. આ યાત્રા દરમ્યાન મનસુખભાઇની સાથે મેયર ધીરૂભાઇ ગોહેલ શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા મહામંત્રી શૈલેષ દવે, સંજય મણવર, પ્રદીપભાઇ ખીમાણી કોર્પોરેટર એભાભાઇ કટારા, સંજય કોરડીયા, નિર્ભય પુરોહીત સહિતના ઉપસ્થિત રહ્યા હતાં જે તસ્વીરોમાં નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ) 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૦ : આજે સવારે કેન્દ્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ રોપ-વેની સફર માણી ગિરનાર અંબાજી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગઇકાલે સૌરાષ્ટ્રની જન આર્શીવાદ યાત્રાએ નીકળેલા શ્રી માંડવીયાએ ગત રાત્રે જુનાગઢમાં મનોરંજન સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ આજે સવારે ભવનાથ મંદિરની મુલાકાત લીધી હતી.

આ પછી કેન્દ્રીય પ્રધાન શ્રી માંડવીયા ગિરનાર રોપ-વે ખાતે પહોંચતા ઉષા બ્રેકો કંપનીના રીજીયોનલ હેડ દિપક કપલીશ તેમજ મેનેજર ઘનશ્યામ પટેલ વિગેરેએ મોમેન્ટો આપીને શ્રી માંડવીયાનું સ્વાગત કર્યુ હતું.

આ પછીશ્રી માંડવીયા રોપ-વે મારફત ગીરનાર અંબાજી મંદિરે પહોંચ્યા હતા અહિ તેઓએ પુજન-અર્ચનનો લાભ લઇ ધન્યતા અનુભવી  હતી.

આ તકે અંબાજી મંદિરના મહંત શ્રી તનસુખગીરીબાપુએ મંત્રી શ્રી માંડવીયાને માતાજીની ચુંદડીની ભેટઆપીને આર્શીવાદ પાઠવ્યા હતા.

ગિરનારની ટોચે પર્વતીય નજારો માણીને શ્રી માંડવીયા પ્રભાવિત થયા હતા.

ભવનાથ તેમજ ગિરનાર મુલાકાત દરમ્યાન મંત્રીશ્રી માંડવીયાની સાથે ભાજપના પ્રદેશ યુવા મોર્ચાના અધ્યક્ષ શ્રી પ્રશાંત કોરાટ,પ્રદેશ અગ્રણી પ્રદીપભાઇ ખીમાણી, મેયર ધીરૂભાઇ ગોહેલ, શહેર ભાજપના પ્રમુખ પુનીતભાઇ શર્મા, મહામંત્રી શૈલેષભાઇ દવે, કોર્પોરેટર નિર્ભયભાઇ પુરોહીત, એભાભાઇ કટારા  સહિત આગેવાનો હાજર રહ્યા.

ગિરનારની મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રી શ્રી માંડવીયાએ જુનાગઢ સીવીલ હોસ્પીટલ ખાતે વેકિસનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.

(12:57 pm IST)