Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

જુનાગઢમાંથી ૧૧ અને વંથલીમાં ૭ મહિલા જુગાર રમતા પકડાઇ

શ્રાવણીયા જુગારને ડામવા પોલીસની કાર્યવાહી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.ર૦ : શ્રાવણીયા જુગારને ડામવા પોલીસે કાર્યવાહી કરીને જુનાગઢમાંથી ૧૧ અને વંથલીમાં ૭ મહિલાને જુગાર રમતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જુનાગઢમાં ચોબારી રોડ પર આવેલ પંચામૃત-બી એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની જાણ થતા બી ડીવીઝનના પી.આઇ.શ્રી રાઠોડનુ માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ મુકેશભાઇ વગેરેએ દરોડો પાડયો હતો.

અહીથી પોલીસે કમલેશ મગનભાઇ કામળીયા વિપુલ પરસોતમભાઇ માકડીયા, પ્રકાશ વૃજલાલ કોરડીયા તથા તેની પત્ની જીજ્ઞાબેન તેમજ ઉત્સવ ચંદુલાલ મારવાણીયા, ચંપાબેન ગિરીશ કણસાગરા, દક્ષાબેન રસીકભાઇ સહિત ૮ જણાને રૂ.૧૪૪૩૦ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

તેમજ જુનાગઢમાં મધુરમ બાયપાસ પાસે આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા મનીષ મુકેશભાઇ દયાતરના રહેણાંક મકાનમાં સી ડીવીઝનના પી.એસ.આઇ.શ્રી ગઢવીના માર્ગદર્શનમાં પો.કો. ભાવિકભાઇ વગેરેએ જુગાર અંગે દરોડો પાડયો હતો.

અહિની પોલીસે મનીષબેન ઉપરાંત વનીતા ઉર્ફે ટીનુબેન અજયભાઇ વખેચા, નીલુબેન રમેશ કારાવદરા, આશાબેન બિપીનભાઇ વાઘેલા, ફાલગુણીબેન ધર્મેન્દ્ર જાદવ, નિર્મળાબેન વિનુભાઇ શીલ, રેખાબેન કનૈયાલાલ, હેમતાણી સહિત ૭ મહિલાને રૂ.૬૧૭૦ ની રોકડ સાથે જુગાર રમતા પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત વંથલીમા આઝાદ ચોક ખાતે આવેલ સીંધી શાળાની બાજુમાં જુગાર રમતા હરેશ અરવિંદ બારીયા, સંદીપ રાજુ પરમાર, હનીફ કાસમ જેઠવા, સલીબેન હરેશ બારીયા, ચેના ઉર્ફે દિલીપર મેશ મોકરીયા, ભગવતીબેન નટવરગીરી, મંજુબેન વિનુભાઇ ભટ્ટી, સમીના સલીમ સોખડા, ગીત રાજેશભાઇ પરમાર, પ્રફુલાબેન રમણીક પરમાર, અને સારાબેન મહમદ જેઠવાને પોલીસ કર્મી અરૂણકુમાર વગેરેએ રૂ.૧૦ર૦૦સાથે જુગગાર રમતા પકડી પાડયા હતા.

(12:55 pm IST)