Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી.માં સન્માન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ : ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી. ની બોર્ડ ઓફ ડીરેકટર્સની તા.૧૬ના મળેલ બેઠકમાં બેન્કનાં બોર્ડ ઓફ કીરેકટર્સ દ્વારા ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી. ના ચેરમેન ડોલરભાઇ કોટેચા ખેતિ બેન્ક-અમદાવાદ તથા ગુજરાત સ્ટેટ કો-ઓપ. ફાઉસીંગ ફાયનાન્સ કોપોરેશન ના ડીરેકટર તરીકે બીનફરીફ ચુંટાઇ આવતા તથા બેન્કનાં પૂર્વ ચેરમેન અને પૂર્વ મંત્રી અને બેન્કનાં ડીરેકટર જશાભાઇ બારડ ખેતિ બેન્ક- અમદાવાદના ડીરેકટર તરીકે અને જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ જીલ્લાના ખેતિ બેન્કનાં પ્રમુખ તરીકે બીનહરીફ ચુંટાઇ આવતા તેમજ ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી. ના સંચાલક મંડળમાં સરકારશ્રીના પ્રતિનિધિની ખાલી જગ્યા ઉપર શૈલેન્દ્રસિંહ કાનાભાઇ રાઠોડ, મુ. ખાંભા, તા.સુત્રાપાડા, જી.ગીર-સોમનાથની નિમણુંક થતા અને બેન્કનાં પ્રોફેશનલ ડીરેકટરની ખાલી જગ્યા પર કુ. ભાવનાબેન (ડોલીબેન) હર્ષદભાઇ અજમેરા, મુ. મેંદરડાની બેન્કનાં બોર્ડ દ્વારા નિયુકિત થતા આજની બોર્ડ ઓફ ડીરિકટર્સની બેઠકમાં બેન્કનાં ડીરેકટર અને ગુજરાત રાજયનાં પ્રવાસન અને મત્સ્યોધોગ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા એ બુકે, શાલ ઓઢાડી બેન્કનાં ચેરમેન ડોલરભાઇ કોટેચા, પૂર્વ મંત્રી, પૂર્વ ચેરમેન અને કીરિકટર જશાભાઇ બારડ, સરકારશ્રીના મતિનિધિ તરીકે નિયુકત થયેલ ડીરેકટર શ્રી શેલેન્દ્રસિંહ કે. રાઠોડ, પ્રોફેશનલ ડીરેકટર તરીકે નિયુકત થયેલ કુ.ભાવનાબેન (ડોલીબેન) હર્ષદભાઇ અજમેરા નું સન્માન કરેલ હતું. આ તકે બેન્કનાં વાઇસ ચેરમેન  મનુભાઇ ખુંટી, એમ.ડી. દિનેશભાઇ ખટારીયા તથા બોર્ડ ઓફ ડીરેકટર્સના તમામ સભ્યો તથા સી.ઇ.ઓ કિશોરભાઇ ભટ્ટએ અભિનંદન આપી શુભેચ્છા પાઠવેલ હતી.

(12:53 pm IST)