Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સના નવા હોદ્દેદારોનો કાલે શપથગ્રહણ સમારોહ

પ્રેસિડેન્ટ પત્રકાર કૌશિકપુરીઃ સેક્રેટરી પત્રકાર કાદરીઃ ટ્રેઝરર ખેતી સહિતની ચૂનંદી ટીમની પસંદગી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨૦: વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સના સને-૨૦૨૧/૨૨નું નવાં વર્ષનાં હોદ્દેદારો તરીકે પત્રકાર કૌશિકપુરી ગૌસ્વામી (પ્રેસિડેન્ટ), પત્રકાર આસીફ કાદરી (સેક્રેટરી), અબ્બાસી ખેતી (ટ્રેઝરર)ની પસંદગી કરવામાં આવી છે.

નવા પદાધિકારીઓ તથા ટીમનાં મેમ્બર્સનો શપથવિધિ સમારોહ કાલે તા.૨૧ શનિવારનાં રોજ સાંજે ૪ કલાકે એપોલો ઈન્ટરનેશનલ સ્કુલ-વિસાવદર ખાતે યોજાયેલ છે.આ પ્રસંગે કોરોના વોરિયર્સનુ સન્માન પણ કરવામાં આવનાર છે.

સમારોહના અધ્યક્ષ સ્થાને રોટરી કલબ-જૂનાગઢનાં પૂર્વ પ્રમુખ અતુલભાઈ પટેલ,શપથવિધિ અધિકારી તરીકે રોટરી કલબ-જૂનાગઢનાં વર્તમાન પ્રમુખ ગિરીશભાઈ પ્રજાપતિ,સમારોહનાં ઉદદ્યાટકશ્રીઓ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા,પૂર્વ કૃષિમંત્રી કનુભાઈ ભાલાળા,પ્રકાશભાઈ મહેતા,સેહુલભાઈ કીકાણી,અજયભાઈ પંચમીયા (પૂર્વ પ્રમુખો-રોટરી કલબ-જૂનાગઢ), વિપુલભાઈ કાવાણી (ઉપપ્રમુખ-જિ.પં.- જૂનાગઢ), મધુબેન વિરેન્દ્રભાઈ સાવલિયા (ચેરમેન-જિ.શિ.સમિતિ,જૂનાગઢ), ચંદ્રિકાબેન કરશનભાઈ વાડોદરિયા (સદસ્ય-જિ.પં.-જૂનાગઢ), રમણિકભાઈ દુધાત્રા (પૂર્વ મંત્રી-જિલ્લા ભાજપ-જૂનાગઢ) તેમજ સમારોહના મુખ્ય મહેમાનો તરીકે નીતિનભાઈ કપુરિયા (પ્રમુખ-તા.પં.-વિસાવદર), કૌશિકભાઈ વાદ્યેલા (પ્રમુખ- ન.પા.વિસાવદર),રામભાઈ સોજીત્રા (પ્રમુખ-જિલ્લા ભાજપ કિશાન મોરચો), નરેન્દ્રભાઈ કોટીલા (મંત્રી-જિલ્લા ભાજપ), અશ્વિનભાઈ સરધારા (ઉપપ્રમુખ-તા.પં.-વિસાવદર), દ્યનશ્યામભાઈ ડોબરીયા (ઉપપ્રમુખ - ન.પા.-વિસાવદર), હરિભાઈ રિબડીયા (પ્રમુખ-તાલુકા ભાજપ), કરશનભાઈ વાડોદરિયા (પ્રમુખ - તાલુકા કોંગ્રેસ), રેનિશભાઈ સોજીત્રા (પ્રમુખ - તાલુકા આમ આદમી પાર્ટી), નાનજીભાઈ જોધાણી (પૂર્વ પ્રમુખ - તા.પં.), સી.આર.જોધાણી (પ્રમુખ-લાયન્સ કલબ) ઉપરાંત અતિથિ વિશેષપદે વિવિધ ક્ષેત્રના સમાજશ્રેષ્ઠીઓ સર્વ શ્રી અમિતપુરી ગૌસ્વામી,અશ્વિનભાઈ નિમાવત,કમલેશભાઈ વાદ્યેલા,નયનભાઈ જોષી,અભિષેક ગૌસ્વામી,બિપીનભાઈ બી.વાદ્યમશી,વિજયભાઈ વ્યાસ(ઉકાભાઈ),ભાસ્કરભાઈ જોષી,ચંદ્રકાંત ખુહા,સુધીરભાઈ ચૌહાણ,ઇલ્યાસભાઈ ભારમલ,હરેશભાઈ સાવલિયા,રાજ રિબડીયા,ગીજુભાઈ વિકમા,દેવાંગભાઈ ઓઝા,ઉદયભાઈ મહેતા,દ્યનશ્યામભાઈ સાવલિયા,શ્યામભાઈ ચોટાઈ,જીતેન્દ્રભાઈ મહેતા,ભરતભાઈ અમીપરા,મનીષભાઈ ગોધાણી,દિલીપભાઈ કાનાબાર,મનિષભાઈ રિબડીયા,કિશોરભાઈ ભાયાણી,શાંતિભાઈ ગણાત્રા,કેતનભાઈ સોલંકી,અતુલભાઈ શાહ,રમણિકભાઈ ગોહેલ, વિપુલભાઈ ડોબરીયા,પ્રવીણભાઈ આંસોદરિયા, કરશનભાઈ કોઠારી,જેન્તીભાઈ ખુંટ, કમલેશભાઈ ઠુમ્મર, અરવિંદભાઈ ગોંડલિયા તથા વિસાવદર ન.પા.સદસ્યો-સ્ટાફ અને વિસાવદર શહેર-તાલુકાનાં પત્રકારો ઉપસ્થિત રહેશે.

વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સના વર્ષની ટીમમાં આઈ.પી.પી.વિજયભાઈ જી.રિબડીયા,પ્રેસિડેન્ટ કૌશિકપુરી એચ.ગૌસ્વામી,સેક્રેટરી આસીફ એમ.કાદરી,ટ્રેઝરર અબ્બાસી એન.ખેતી,ફાઉન્ડર પ્રેસિડેન્ટ રમણિકભાઈ જે.દુધાત્રા, મેમ્બર્સ- ઇલ્યાસભાઈ મોદી,ગીજુભાઈ વિકમા,મહેશભાઈ નિમાવત,રમણિકભાઈ ગોહેલ, મુકેશભાઈ રિબડીયા, મધુભાઈ કચ્છી, જુજરભાઈ હિરાણી, ફૈઝલભાઈ શાહમદાર, મુર્તુજાભાઈ હિરાણી,રાજભાઈ પંચમીયા,નિહારભાઈ પંડ્યા,હાર્દિકભાઈ વનરાની પસંદગી કરાઈ છે.

વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સ સને-૨૦૦૬થી સતત કાર્યરત છે.આ સંસ્થાના પ્રમુખો રહી ચુકેલા સમાજશ્રેષ્ઠીઓની નામાવલી આ પ્રમાણે છે. શ્રી રમણિક દુધાત્રા,ચંદ્રકાંત ખુહા,સંજય રાઠોડ,ઇલ્યાસ મોદી,ભરત નિમાવત,નિલેશ જોષી,રમણિકભાઈ ગોહેલ,ઓમપ્રકાશ ચૌહાણ,ગીજુભાઈ વિકમા,અબ્બાસભાઈ ખેતી,અમૃતભાઈ રાઠોડ,રમણિકભાઈ દુધાત્રા,મહેશભાઈ નિમાવત,મધુભાઈ કચ્છી,વિજયભાઈ રિબડીયાનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ સરકારી કોરોના ગાઈડ લાઈન અનુસાર યોજાશે.કાર્યક્રમનુ સંચાલન રમણિકભાઈ ગોહેલ કરશે.સમારોહ સંપન્ન થયા બાદ સૌ સાથે અલ્પાહાર લેશે.કાર્યક્રમને સફળ બનાવવા સૌ રોટરી મેમ્બર્સ જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:52 pm IST)