Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ખંભાળીયાના સલાયામાં બઘડાટી બાદ વાહોનોમાં તોડફોડ કરનાર ૧૬ સામે ગુન્હો

અફવાથી લોકો ઉશ્કેરાયા અને પોલીસમેનને ઇજા કરીને પોલીસના વાહનોને નિશાન બનાવ્યાઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૦ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાં અફવા ઉડયા બાદ પોલીસ મેન પોલીસના વાહનોમાં તોડફોડની ઘટનામાં ૧૬ શખ્સો સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરાઇ છે. હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતીનો માહોલ છે.

પ્રાપ્ત માહિતી મુબ સલાયામાં ગઇકાલે મુસ્લિમ વાઘેર સમાજના તાજીયાનું ઝૂલૂસ હુશેની ચોક ખાતે ઇમામખાનામાં રાખવામાં આવેલ હતું. તે દરમિયાન ગત મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો તે દરમિયાન કોવીડ-૧૯ ના નિયમ અનુસાર તાઝીયા જાહેરમાં ફેરવવાની મનાઇ હોવા છતાં કેટલાક તત્વએ જાહેરમાં તાઝીયા ફેરવતા આ અંગે પોલીસ અધિકારીઓ તાઝીયાના આગેવાનો સાથે ચર્ચા કરવા જતાં કેટલાક તત્વોએ ગેરવર્તન કરી પોલીસ સાથે ઝપાઝપી કરી આશરે પાંચેક હજાર જેટલા માણસોના ટોળાએ પોલીસ પથ્થર, લાકડી સહિતના હથીયાર વડેહુમલો કરતાં તેમાં હેડ કોન્સટેબલ વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજાને તથા જીઆરડી જવાન દિલીપ વઘોરા પર જીવલેણ હુમલો કરતાં ફેકચર સહિતની ઇજા કરી સરકારી બોલેરોનીચાવી ઝૂંટવી લઇ સરકારી મોટર સાઇકલ તથા પોલીસ બોલેરોમાં તોડફોડ અને નુકશાન કરી બે બાઇક ચોરી કરી અને બોલેરોમાં રાખેલ રૂ.૧૦ હજાર રોકડા તથા એટીએમ કાર્ડ તથા અન્ય સરકારી કે કાગળોની ચોરી કરી લઇ જઇ ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ સલાયા પોલીસ મથકના પોલીસ કર્મીએ નોંધાવતા આશરે ૧૬ જેટલા શખ્સો સામે આઇપીસી કમલ ૩૦૭, ૩૯પ, ૩૯૭, ૩૩૩, ૧ર૦, ૪ર૭ તેમજ ડેમજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક ૧૯૮૪ ની કલમ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી શખ્સોની શોધખોળ હાથ ધરી છે. હાલ સલાયામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાત્રીના આ બનાવના પગલે જિલ્લાના પોલીસ અકિારીઓ સહિતનો પોલીસ કાફલો સલાયા ખાતે દોડી ગયો હતો. અને ટોળાને વિખેરી શાંતિનો માહોલ સ્થાપ્યો હતો.

(12:50 pm IST)