Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોરબીની સિરામિક ફેકટરીમાં બે લેબર કોન્ટ્રાકટર જુથ વચ્ચે બઘડાટી

લેબર કવાટર્સમાં ન્હાતા સમયે દેકારો કરવાની ના પાડતા શ્રમિકો ધોકા-પાઇપ સાથે સામ સામે આવી ગયા, સામસામી ફરીયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૦ : મોરબીના લખધીરપુર રોડ પર આવેલ હોલીસ સિરામિકમાં લેબર કવાર્ટર નજીક મજુરો વચ્ચે નહતા ન્હાતા દેકારો નહિ કરવા મામલે બોલાચાલી થઇ હતી અને મામલે ઉશ્કેરાઈ જતા સામસામી મારામારી અને તોડફોડ થઇ હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે બને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ પર હોલીસ સિરામિકમાં રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના વતની તપનભાઇ વિશ્વજીતભાઈ ધોસએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના કોન્ટ્રાકટ નીચે કામ કરતા મજુર પ્રકાશ, જન્ટુ ઉર્ફે બબલુ અને દેબાબ્રત ઉર્ફે મુન્ના એમ ત્રણેય જણા કારખાનાના નાહવાના બાથરૂમમાં નહતા હતા ત્યારે ન્હાતા ન્હાતા દેકારો કરતા હતા ત્યારે વિક્રમસિંગના કોન્ટ્રાકટ નીચે કામ કરતા ચંદ્રપાલની પત્ની વંદના તથા તેની બહેન સુખદેવી ત્યાં કપડા ધોવા આવેલ અને તેમને દેકારો કરવાની નાં પાડતા બોલાચાલી થયેલ જે બાબતનો ખાર રાખી આરોપી વિક્રમસિંગ ગુજ્જાર, જયકરણ અને ચન્દ્રપાલ એ લોખંડના પાઈપ તથા ધોકા સાથે આવી આરોપી વિક્રમસિંગ ગુજ્જરએ લોખંડનાં પાઈપ વડે ફરિયાદી તપનભાઇને માથાના ભાગે તથા જમણા હાથની કોણીના ભાગે તથા આરોપી જયકરણએ લાકડાના ધોકા વડે ફરિયાદી તપનભાઈની પીઠના ભાગે ઈજા કરેલ તથા આરોપીઓએ કવાર્ટરનો દરવાજો તોડી સાહેદ કાતિક જે અંદર સુતેલ હતો તેને લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે માર મારતા જમણા પગમાં તથા ડાબા હાથની ટચલી આંગળીના ભાગે ફેકચર કરેલ તેમજ સાહેદ રઘુનાથને માથાના ભાગે લોખંડનો પાઈપ મારી ઈજા કરી વચ્ચે છોડાવવા પડતા સાહેદ સુમને મોથાના ભાગે ઈજા કરી ગાળાઓ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

તો સામાપક્ષે વિક્રમસિંગ ગોવિંદસિંગ ગુજ્જર (ઉ.૨૮) એ ફરિયાદ નોંધાવી છે કે તેના કોન્ટ્રાકટ નીચે કામ કરતા મંજુર ચંદ્રપાલની પત્ની તથા બહેન સાથે આરોપી પ્રકાશ મુરમ, જન્તુ ઉર્ફે બબલુ બેરા અને દેબાબ્રત ઉર્ફે મુન્ના ધોસએ નહાતા નહાતા દેકારો કરતા હતા તે બાબતે બોલાચાલી થતા ફરિયાદી વિક્રમસિંગ તથા સાહેદો તેમને સમજાવવા જતા આરોપી તપન ધોસએ ફરિયાદીને માથાના ભાગે લોખંડનો પાઈપ મારી ઈજા કરેલ અને અન્ય આરોપીઓએ સાહેદ ચંદ્રપાલને નાકના ભાગે ઈજા કરી તથા જયકરણને મૂઢ ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે

તો મોરબી તાલુકા પોલીસે બંનેપક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:49 pm IST)