Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

પોરબંદરમાં જમીન ખાલી કરવા વારંવાર ધમકી આપતા આધેડનો આપઘાત

સુસાઇડ નોટમાં ધમકી આપનાર રાજકીય અગ્રણી અને જમીનના દલાલના નામ દર્શાવ્યા ? રીવોલ્વર જેવું હથિયાર બતાવીને વારંવાર ધમકી આપી ત્રાસ અપાતો ?

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૦ : શહેરના છાંયા વિસ્તારમાં જમીન ખાલી કરવા વારંવાર ધમકી આપી ત્રાસ ગુજારતા ઠેબાભાઇ સવદાસભાઇ સીડા નામના આધેડે આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

છાંયા વિસ્તારમાં રહેતા ઠેબાભાઇ સવદાસભાઇ સીડા નામના આધેડ વયની વ્યકિતને તેની જમીન ખાલી કરવા વારંવાર રિવોલ્વર જેવું હથિયાર બતાવી ત્રાસ ગુજારતા કંટાળી જઇને ઠેબાભાઇ સવદાસભાઇ સીડાએ આપઘાત કરીને જિંદગી ટુંકાવી લીધી હતી.

બહાર આવી રહેલ અને ચર્ચાતી વિગતો મુજબ મરનાર ઠેબાભાઇ સવદાસભાઇ સીડાએ આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં શહેરના ભાજપ આગેવાન મનાતા અને મોટું સ્થાન ધરાવતા અને કોઇ જીવા નામના શખ્સ કે જે જમીન લે-વેચનું કામ કરે છે તેનો ઉલ્લેખ કર્યો છે. આપઘાત કરનાર ઠેબાભાઇને પોતાની જમીન ૧૦ લાખ લઇને તાત્કાલિક જમીન ખાલી કરવા ધમકી અપાતી હતી. તેવું દર્શાવ્યાની પણ ચર્ચા છે.

(12:45 pm IST)