Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

લીંબડી હાઇવે ઉપર કાર ડિવાઇડર સાથે અથડાતા ૨ના મોત

દુબઇથી આવેલ પરિવારજનોને આયા ગામ પાસે અકસ્માત નડયો : ૨ને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૦ : સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી રાજકોટ નેશનલ હાઈવે ઉપર આયા ગામના પાટીયા પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો છે i20 કારનો આ અકસ્માતમાં ઘટના સ્થળે જ બે લોકોના મોત નીપજતા હાહાકાર મચી જવા પામ્યો છે જેમાં મળતી માહિતી મુજબ દુબઈથી અમદાવાદ પ્લેનમાં આવ્યા બાદ અમદાવાદ એરપોર્ટ ઉપરથી પરિવાર જામનગર જઈ રહ્યો હતો તે સમયે લીંબડી તાલુકાના આયા ગામના પાટિયા પાસે અચાનક કાર ઉપર સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે ટકરાઇ હતી.

હજુ સુધી અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની કોઈપણ જાતની તપાસ કામગીરી થઈ નથી અને તેમની ઓળખ પણ હજુ બાકી છે ત્યારે બંને મૃતદેહોને પીએમ માટે સુરેન્દ્રનગર જિલ્લાની સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે અને ત્યાં તેમને પીએમની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને હાઈવે ઉપર અકસ્માત સર્જાતાં લાંબી વાહનોની લાઈનો લાગી હતી તે પણ ટેકલ કરવાનો પ્રયાસ સાયલા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

(11:51 am IST)