Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

રાજકોટ-અમદાવાદ હાઇવે ખાતે બાવળા સ્થિત

સાવત્થી તીર્થધામ ખાતે કાલે ગુરૂ જન્મોત્સવ : ભકતામર મહાપૂજન

દર વર્ષની જેમ પોપટ પક્ષીને અભયદાન અપાશે

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ર૦: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે સ્થિત સાવત્થી તીર્થધામ ખાતે કાલે તા.ર૧ના રોજ ગુરૂ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભકતામર મહાપૂજન પણ યોજાશે. સાવત્થી તીર્થધામ ખાતે કાલે સવારે ૯.૦પ કલાકે ગુરૂ જન્મોત્સવ તથા બપોરે ૧ર.૩૦ કલાકે શ્રી ભકતામર મહાપૂજનનો મંગલ પ્રારંભ થશે. સાવત્થી તીર્થધામ ૧૭ એકરની ભુમી પર નિર્માણ પામ્યું છે. જેમાં નાના-મોટા વિવિધ માપના ર૪ મંડપો દ્રષ્ટિગોચર થાય છે. જિનાલયની પ્રત્યેક દેરી શિખરબધ્ધ છે. કુલ ૮૪ દેરી જીન મંદીરો છે જે ભારત વર્ષમાં સર્વ પ્રથમ નિર્માણ પામેલ છે.

પ.પૂ. આ. દેવ શ્રીમદ વિજય જિનચન્દ્ર સુરીશ્વરજી મ.સા.ના જન્મોત્સવ પ્રસંગે દર વર્ષની જેમ પોપટ પક્ષીને અભયદાન આપવામાં આવશે.  સમગ્ર વિધિ વિધાન જીગરભાઇ દાભી દ્વારા કરાવાશે. ભકિત સંગીત સંગીતકાર આશુતોષ વ્યાસ તથા કલાકારો દ્વારા પીરસાશે. તેમજ હિન્દ જીયા બેન્ડ સુરાવલી રેલાવશે.

આ પ્રસંગે પૂ.આ. દેવ શ્રીમદ વિજય શરદચન્દ્ર સુરીશ્વરજી મ.સા., અખંડ ગુરૂસેવા સમર્પીત -શિલ્પકલા નિપુણ પૂ. મુનીપ્રવર શ્રી અજીતચન્દ્ર વિજયજી મ.સા. આદી મુનિગણ નિશ્રા પ્રદાન કરશે. વધુ માહીતી માટે મો. ૯૮ર૪૦ ૧૦૩૩ર ઉપર સંપર્ક કરી શકાય છે.

(11:48 am IST)