Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

શ્રી સોમનાથ મહાદેવના દર્શને વિજયભાઇઃ સારા વરસાદ અને કોરોના મુકિત માટે પ્રાર્થના

વેરાવળ-પ્રભાસ પાટણ :.. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સોમનાથ ખાતે રાત્રી રોકાણ કરેલ હતું અને સવારનાં મંદિરે સોમનાથ મહાદેવનાં દર્શન અને ધ્વજા પૂજા કરેલ હતાં. મુખ્યમંત્રીની સાથે તેમનાં ધર્મપત્ની પણ  જોડાયા હતાં. અને દર્શન બાદ મુખ્યમંત્રીએ સારા વરસાદ અને કોરોના સંકટમાંથી મુકિત માટે પ્રાર્થના કરેલ હતી. તેમની સાથે કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા પરીવાર સાથે નિતીનભાઇ ભારદ્વાજ, ભાજપ જીલ્લા પ્રમુખ માનસિંહભાઇ પરમાર, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્યો ગોવિંદભાઇ પરમાર, રાજશીભાઇ જોટવા સહિત જોડાયા હતાં. (તસ્વીર - અહેવાલ : દિપક કકકડ, દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ-વેરાવળ)

(11:48 am IST)