Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

કોડીનારના કાજ ગામમાં ગૌચરની જમીન ખુલ્લી કરવા સામુહીક આત્મવિલોપનની ચિમકી

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા. ૨૦ :. તાલુકાના કાજ ગામના ગૌચર તથા સરકારી પડતર જમીનમાં કેટલાક ભૂમાફીયાઓએ જીંગા ઉછેરના વિશાળ તળાવો બનાવવા બાબતે સમગ્ર તંત્રને આધાર પુરાવા સાથે ધ્યાન દોરવા ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ જીંગા ઉછેર કેન્દ્રના તળાવો તોડી નાખી ગૌચરની જમીન ખુલ્લી કરવા કરાયેલા આદેશનો ઉલાળીયો થતા છેવટે કાજ ગામમાં પશુપાલકો અને ગૌરક્ષક હિત સમિતિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ સહિત સરકારશ્રીના ૧૪ જેટલા સરકારી તંત્રને સંબોધન કરતુ એક આવેદનપત્ર પાઠવી જો આ તમામ જીંગા ઉછેરના તળાવો દૂર કરાવી ગૌચરની જમીન ૧૦ દિવસમાં ખુલ્લી નહી કરાવાય તો તા. ૩૦ ઓગષ્ટના રોજ કાજ ગામની ગૌચરની જમીન ખાતે સામુહિક આત્મવિલોપન કરશે તેવુ જણાવ્યુ છે.

(11:45 am IST)