Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

જસદણના યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતિની આર્ટિસ્ટ (કલાકારો) એસોસિએશન ઓફ ગુજરાતમાં લીગલ એડવાઇઝર તરીકે નિમણુંક

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૨૦: જસદણ શહેરના યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતીની આર્ટિસ્ટ ( કલાકારો )એસોસીએશન ઓફ ગુજરાત - નામના સંગઠનમાં કાયદાકીય-કાનૂની સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. આ સંગઠન જે પ્રતિભાશાળી કલાકારો જેમ કે ટી.વી. સીરીયલ,શોર્ટ ફિલ્મ, ગીત-સંગીત- ભજનીક કલાકારો, સ્ટેજ કલાકારો તેમજ ફિલ્મ જગત સાથે સંકળાયેલા અભિનેતા-અભિનેત્રી તેમજ વિવિધ કલાક્ષેત્ર સાથે સંકળાયેલા સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત-ભારત તેમજ દેશ-વિદેશમાં પોતાના પ્રોગ્રામો કરનારા કલાકારોને સરકારના દ્વારા મળતા વિવિધ પ્રકારના હક્કો-લાભો અને યોગ્ય ન્યાય અપાવવા માટે આ સંગઠનના પ્રદેશ પ્રમુખ અને વિશ્વાસ ગુજરાતી ફિલ્મસના ડાયરેકટર એવા ભગુભાઈ વાળા દ્વારા એડવોકેટ-પ્રકાશ પ્રજાપતીની સૌરાષ્ટ્ર-કચ્છની જવાબદારી સોંપવામાં આવેલ છે.આ ઉપરાંત એડવોકેટ પ્રકાશ પ્રજાપતી તેઓ પણ એક સ્ટેજ એન્કર છે અને તેઓએ પણ ૧૦૦(એકસો) કરતાં પણ વધારે સ્ટેજ એન્કરિંગના પ્રોગ્રામ સૌરાષ્ટ્ર—કચ્છ-ગુજરાત તેમજ અન્ય રાજયોમાં આપેલ છે.આ ઉપરાંત તેઓ શોર્ટ ફિલ્મોમાં કામ કરેલ છે અને ગુજરાતી ફિલ્મોમાં પણ એડવોકેટ ના રોલ માટે સિલેકશન થયેલ છે.આ ઉપરાંત તેઓ વિવિધ શૈક્ષણિક, સામાજીક,ધાર્મિક,સેવાકીય,રમત-ગમત ક્ષેત્ર,બેન્કિંગ,પ્રોપર્ટી કન્સલટન્સિંગ, કાયદાકીય,તેમજ ગુજરાત-દિલ્હીના વિવિધ સંગઠનો સાથે સંકળાયેલ છે તેમજ બહોળુ મિત્ર-વર્તુળ ધરાવનાર એડવોકેટ-પ્રકાશ પ્રજાપતીની આર્ટિસ્ટ (કલાકાર) એસોસિએશન ઓફ ગુજરાતના સંગઠનમાં લીગલ એડવાઈઝર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.

ઉપરાંત કલાકારોને કાનૂની-કાયદાકીય માહિતી માટે તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૨ ૨૧૪૪૬ ઉપર સંપર્ક કરવા તેમની યાદીમાં જણાવેલ છે.

(11:41 am IST)