Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

સાળંગપુરઃ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિરમાં કાલે દાદાને અન્નકૂટના શણગાર દર્શન

વાંકાનેર, તા.૨૦: બોટાદ જિલ્લાના જગ વિખ્યાત સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજિત પરમ પૂજય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામીશ્રી વિવેક સાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કાલે ચોકલેટ ના અન્નકોટ દર્શન રાખેલ છે

'શણગાર આરતી' સવારે ૭: ૦૦ કલાકે પૂજય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી કરશે, તેમજ કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી, સ્વામીશ્રી ડી, કે, સ્વામીજી તથા સંતો ઉપસ્થિત રહેશે આ ઉપરાંત સવારે ૧૧: ૩૦થી બપોરના ૪: ૦૦ વાગ્યાં સુધી અન્નકોટ દર્શન રાખેલ છે દાદાના દરબારમાં શ્રાવણમાસ ના પાવન પુણ્યશાળી અવસરે વિધ વિધ જાતના દાદા ને શણગાર દર્શન થઈ રહયા છે, આ ઉપરાંત રક્ષાબંધન ના તારીખ :૨૨ / ૮ / ૨૧ ના રવિવાર ના રોજ દાદા ને  નાળીયેરી ના પવિત્ર પાન  તેમજ વિધ વિધ જાતની  રાખડી  ના દિવ્ય શણગાર દર્શન રાખેલ છે ,,, રક્ષાબંધન ના પૂનમ ના દાદાના દર્શનાથે હજારો ભાવિકો દાદા ના દર્શન નો મહા આરતી નો લાભ પ્રતિ વર્ષ લ્યે છે  જયાં ધજા ફરકે સત ધર્મની એવા સાળંગપુરધામમાં રોજ હજારો ભાવિકો દાદાનો મહાપ્રસાદ લઈને ધન્ય થાય છે અને ધન્યતા અનુભવે છે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ માં ઉજવાતા દરેક ઉત્સવો ઓનલાઇન YOU TUBE > SALGPUR HANUMANJI માં કાયમ આવે જ છે, દેશ, વિદેશમાં વસતા દાદાના ભજતજનો ઓનલાઇન દ્વારા ઉત્સવ નો હજારો ભાવિકો લાભ કાયમ લ્યે છે જ યાદી સાળંગપુર મંદિરના સ્વામી શ્રી ડી, કે, સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.

(11:40 am IST)