Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મનરેગા શ્રમિકોનું રૂપિયા ૬૯ લાખનું વેતન અટકયું

કાળી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવનારા મનરેગા મજદૂરના પૈસા હજુ સુધી ચુકવાયા નથી

પ્રભાસ પાટણ તા. ૨૦ : મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એપ્લોયમેન્ટ ગેરેન્ટી એકટ ૨૦૦૫ અંતર્ગત શ્રમિકોનું વેતન ૧૫ દિવસમાં ચુકવવાની કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં ગિરસોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનાથી મનરેગા મજદૂરોનું વેતન ચુકવવામાં નથી આવ્યું.

જેના અનુસંધાને રાજેશભાઈ વાઢેર જિલ્લા પ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગીર-સોમનાથ તથા મનરેગા શ્રમિકો દ્વારા આવેદન પત્ર પાઠવી જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી કે જો વહેલી તકે મનરેગા મજદૂરોનું વેતન ચુકવવામાં ના આવ્યું તો અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટિમ ગિરસોમનાથ મનરેગા મજદૂરો સાથે ઉગ્ર આંદોલન પર ઉતરીશું.

આ આંદોલન દરમિયાન કોઈપણ અનિચ્છનિય બનાવ ના બને જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

(11:40 am IST)