Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

હિન્દૂ મુસ્લિમ એકતાનું આથી મોટુ ઉદાહરણ બીજું કયુ હોય

મોટી પાનેલી હિન્દુ યુવકની સેહત માટે મુસ્લિમ આધેડ દ્વારા રાખેલ માનતા મહોર્રમમાં પુરી કરી

હિન્દૂ યુવક કોરોનામાં ગંભીર હોય માનતા રાખેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી તા. ૨૦ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં હિન્દૂ મુસ્લિમ એકતાનું શાનદાર ઉદાહરણ જોવા મળેલ છે કોરોનાં મહામારી સમયે હિન્દૂ યુવક હિરેન ખાંટ કોરોનાંથી ગંભીર રીતે બીમાર હોય રિકવરી ના થતી હોય તેમના માટે ગામનાજ મુસ્લિમ આધેડ બાબુભાઇ ડેરી વાળા એ હઝરત હુસેન સાહેબ સમક્ષ હિરેનની સારી સેહત માટે પ્રાર્થના કરી માનતા રાખેલ કે હિરેન સાજો થઈને પરત ફરી જાશે તો તેમને મોહર્રમ દરમિયાન સાકર ભારોભાર જોખી તમામને તમામને પ્રસાદ વિતરણ કરી દેવો ઇમમાં ઉસેન સાહેબે મર્હુમ બાબુભાઇની પ્રાર્થના સાંભળી હિરેન હેમખેમ ઘરે આવી ગયેલ જે યાદ રાખી માનતા મુજબ આજે મોહર્રમ નિમિતે હિરેન સાકરતુલા કરી સમસ્ત હિન્દૂ મુસ્લિમ બિરાદરોને પ્રસાદ વિતરણ કરેલ.આ તકે મુસ્લિમ સમાજના પ્રમુખશ્રી ઇશાકભાઈ શોરા સાથે મુસ્લિમ ભાઈઓ બહેનો તેમજ હિરેનનો પરિવાર સહીત મિત્રો જતીનભાઈ ભાલોડીયા દિનેશભાઇ વેકરીયા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય મીરાબેન ભાલોડીયા તાલુકા પંચાયત સદસ્ય હર્ષાબેન ઝાલાવડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)