Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ગોંડલ એસટી ડેપો ખાતે બ્રહ્માકુમારી દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ

ગોંડલઃ શહેર ખાતે આવેલ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા એસ ટી ડેપો ખાતે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એસ ટી મા ફરજ બજાવતા કર્મચારીઓને સંસ્થાના બ્રહ્માકુમારી ભાવનાબેન, બ્રહ્માકુમારી શીતલબેન તથા ગોંડલ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા રાખડીઓ બાંધી ને લાબું આયુષ્ય તેમજ સલામત સવારી રહે તેવા આશીર્વાદ આપ્યા હતા અને કર્મચારીઓ વ્યસન મુકત રહે તે માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.આ પ્રસંગે ડેપો મેનેજર જે આર અગ્રાવત સહિત કર્મચારીઓ જોડાયા હતા. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:37 am IST)