Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

પેટ્રોલ, ડિઝલ, ગેસના બાટલા શાકભાજીના ભાવ ઘટાડવામાં સરકાર બેદરકારઃ ભીખાભાઇ બાંભણીયા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૯: જસદણના પૂર્વ ધારાસભ્ય તથા રાજકોટ ડેરી અને જસદણ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું કે, હાલમાં સિંગતેલ કે કપાસીયાના તેલના ડબાનો ભાવ રૂ. રપ૦૦ની આસપાસ છે. મોટાભાગના ખેડૂતોની મગફળી તથા કપાસ રૂ. ૯૦૦ થી ૧૦૦૦ વેચાઇ ગયેલ. સરકારે અમુક ટકા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ૧૦પપમાં ખરીદેલી. હાલમાં કપાસના ભાવ રૂ. ૧૭૦૦ તથા મગફળીના ભાવ રૂ. ૧૩૦૦ની આસપાસ છે. આ ભાવનો લાભ ફકત સુખી સંપન્ન ખેડૂત તેમજ સ્ટોક કરાવાવાળા વેપારીઓને જ  મળ્યો છે અને તેના પરિણામે વાપરનાર વર્ગને મોંઘા ભાવે તેલ ખરીદવું પડે છે. પેટ્રોલ-ડીઝ,લ ગેસ બાટલા તેમજ અન્ય મોંઘવારી ઘટાડવામાં સરકાર બેદરબાર રહી છે.

શાકભાજીના ભાવ ખેડૂતોને મળતા નથી જેથી નજીવા ભાવે વેચી દેવી પડે છે અથવા તો ઘણી વખત ફેંકી દેવાની ફરજ પડે છે. આ જ શાકભાજી બજારમાં ૩ થી ૪ ગણા ભાવે મળે છે. જેથી ખેડૂતો અને વાપરનાર વર્ગને સહન કરવાનુંઅ ાવે છે. બાગાયત પાકમાં જામફળ-દાડમ વિગેરેના રૂ. ૧૦ થી ૧ર ખેડૂતોને મળે છે જયારે બજારમાં ૩૦ થી ૪૦ રૂપિયે વેચાણ થાય છે એ સત્ય હકીકત છે.

કોઇપણ જણસના ટેકાના ભાવે યાર્ડમાં કે બજારમાં ખરીદી થતી નથી. પરિણામે નાના અને સીમાંત ખેડૂતોને ઉત્પાદન ખર્ચ જેટલી આવક મળતી નથી હવેથી ટેકાના ભાવથી ઓછા ભાવે કોઇપણ વેપારી યાર્ડમાં કે ગામડામાં ખરીદી શકે નહીં તેવું આયોજન થવું જોઇએ. સરકાર ખેડૂતોની આવક ર૦રર સુધીમાં બમણી કરવાની વાતો ર૦૧૪ થી કરે છે. પરંતુ વાસ્તવિકતા આ સાથે જણાવ્યા મુજબ છે.

         ર૦૧૬  ૧પ/૮/ર૧

(૧) ઘઉં ૩૭પ-૪પ૦    ૩પપ-૪૦૦

(ર) ચણા ૧૭પ૦-ર૪૦૦        ૮૦૧-૧૦ર૦

(૩) લસણ  ૧૩પ૦-૧૬પ૦     ૬૧પ-૧૦૭૦

(૪) જીરૂ ર૮૦૦-૩૮૦૦ રરપ૦-રપ૦૦

(પ) બટેટા ર૦૦-૩૪૦  ૧૦૦-ર૮૦

(૬) ડુંગળી ૩૦૦-૭પ૦  ૧ર૦-૩૮૦

પેટ્રોલ, ડીઝલ, ખાતર, બિયારણ દવા, મજુરીમાં, સતત ભાવ-વધારો થતો જાય છે ત્યારે ભાવની સરખામણી જોતાં અગાઉના વરસો કરતાં ઓછા ભાવ મળે છે. જેથી ખેડૂતોની આવક બમણી કરવાની વાતો તેમજ મહિને રૂ. પ૦૦ (વાર્ષિક ૬૦૦૦)ની સહાય આપીને વાહ વાહ કરવામાં અને બણગાં ફુંકવામાં શરમ આવવી જોઇએ. તેમ ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું.

(11:35 am IST)